મોદી સરકારે લંબાવી ગરીબ કલ્યાણ યોજના, 80 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ

  • Published By :
  • Published Date : 2022-09-28 15:36:03
  • Views : 280
  • Modified Date : 2022-09-28 15:36:03

કોરોના મહામારીમાં શરૂ થયેલી આ યોજના હેઠળ ગરીબોને અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે. મફત અનાજ યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. આ પહેલા ખાદ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો, જેમાં આ યોજનાને 3 મહિના સુધી વધારવાની વાત કહેવામાં આવી હતી.ગરીબોનું પેટ ભરતી મોટી યોજનાને વધુ 3 મહિના લંબાવાઈ છે. મોદી કેબિનેટ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 3 મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરે પુરી થતી હતી પરંતુ તેના બે દિવસ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને વધુ 3 મહિના લંબાવી દીધી છે. વધુ 3 મહિના યોજના લંબાવવાને કારણે સરકારી તિજોરી પર 44,700 કરોડનો બોજો પડશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મફત અનાજ યોજનાને વધુ 3 મહિના લંબાવવામાં આવતા 80 કરોડ ગરીબોને ડિસેમ્બર 2022 સુધી મફત અનાજ મળતું રહેશે. કેન્દ્ર સરકારે માર્ચ 2022માં આ યોજનાને 6 મહિના માટે લંબાવી હતી જેની મુદત 30 સપ્ટેમ્બરે પૂરી થતી હતી પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઇ કમી નથી. 1 ઓગસ્ટ સુધીમાં, સરકાર પાસે સેન્ટ્રલ પૂલમાં 28 મિલિયન ટન ચોખા અને 26.7 મિલિયન ટન ઘઉં હતા.

Download Our B K News Today App



Related News