ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મોદીના વખાણ કર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-05 12:21:45
  • Views : 208
  • Modified Date : 2022-12-05 12:21:45

ભારતનું આજે વિશ્વમાં મહત્વ દિન-પ્રતિદિન વધતું જાય છે. ત્યારે થોડા સમય પહેલા યુએસના પ્રેસિડેન્ટ જો બિડેન પણ પીએમના વખાણ કર્યા હતા ત્યારે હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતને G20નું પ્રમુખપદ મળ્યું છે અને ઈમેન્યુઅલ મેક્રોને આ અંગે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે પીએમ મોદી વિશ્વમાં શાંતિ માટે બધાને સાથે લાવી શકે છે. તેમને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું કે વન અર્થ, વન ફેમિલી, વન ફયુચર. ભારતે G20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી શાંતિ અને સ્થિરતાની દુનિયાનું નિર્માણ કરવા માટે અમને સાથે લાવશે.

ભારતે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે જી-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. દેશમાં ડિસેમ્બરથી હૈદરાબાદ સહિત 200 થી વધુ જી-20 બેઠકો યોજવાની અપેક્ષા છે. વર્ષ 2023માં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં જી-20 નેતાઓની સમિટ યોજાશે.

નોંધનીય છે કે ઇન્ડોનેશિયાએ બાલી શિખર સંમેલનમાં વર્ષ 2023 માટે ભારતને જી-20 અધ્યક્ષપદ સોંપ્યું હતું. પીએમ મોદીએ તેને દરેક ભારતીય નાગરિક માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. જી-20એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો એક મંચ છે. આમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, ભારત, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, રશિયા, યુકે, યુએસ, તુર્કી અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News