મોદી કેબિનેટે આપી મંજૂરી,પીએમ શ્રી યોજના અંતર્ગત દરેક બ્લૉકમાં બે સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ

  • Published By :
  • Published Date : 2022-09-07 17:27:35
  • Views : 192
  • Modified Date : 2022-09-07 17:27:35

 પીએમ શ્રી” (PM SHRI) અંતર્ગત એક નવા પ્રૉજેક્ટમાં સ્કૂલોને અપગ્રેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ખરેખરમાં પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શિક્ષક દિવસના દિવસને લઇને આની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશભરની 14,500 સ્કૂલોનો વિકાસ અને અલગ કાયાકલ્પ કરવામાં આવશે. સાથે જ કેટલીક નવી સ્કૂલો પણ બનાવવામાં આવશે. આ અંતર્ગત એક સર્ચ ઓરિએન્ટેડ એને સારી શિક્ષણ સીખવાની રીત પર જોર આપવામાં આવશે. સ્માર્ટ ક્લાસરૂમ, રમત અને અન્ય આધુનિક ઇન્ફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમને કહ્યું હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાંખ્યુ છે. ખાતરી છે કે પીએમ શ્રી યોજનાથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે, અને અભ્યાસના ક્ષેત્રમાં ખુબ મદદ મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મે માં શરૂ કરવામાં હતી. એનઇપી એ 1986 માં તૈયાર કરવામાં આવેલી 34 વર્ષીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બદલી નાંખી હતી. આનો હેતુ સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓમાં સુધારો કરવાનુ હતુ, જેનાથી બાળકોને વધુ સુવિધા મળી શકે. 

Download Our B K News Today App



Related News