PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 11:46:55
  • Views : 517
  • Modified Date : 2019-05-13 11:46:55

લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે. મોદીએ આ વાત ભાજપની ચૂંટણી સભામાં કહી, લોકસભાના સ્પીકર તરીકે તાઈ (મહાજનનું લોકપ્રિય નામ અને મરાઠીમાં મોટી બહેનનું સંબોધન)એ મોટી કુશળતા અને સંયમથી કામ કર્યું છે. આ કારણે તેમણે દરેક લોકોના મન પર તેમની કાયમી છાપ છોડી છે.તેમણે મંચ પર મહાજનની હાજરીમાં કહ્યું કે, તમે બધા (દર્શકો) મને વડાપ્રદાનના રૂપમાં ઓળખો છો. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમારી પાર્ટીમાં જો કોઇ મને ખખડાવી શકે છે, તો તે તાઈ જ છે. મોદીએ કહ્યું કે, મેં અને તાઈએ ભાજપ સંગઠનમાં સાથે-સાથે કામ કર્યું છે. કામ પ્રત્યે તેમનું સમર્પણને ધ્યાનમાં રાખતા હું ઇન્દોરને વિશ્વાસ અપાવું છું કે, શહેરના વિકાસના મામલે તાઈની કોઇપણ ઇચ્છા અધૂરી રહેશે નહીં.મહાજન (76) ઇન્દોર સીટથી વર્ષ 1989થી 2014ની વચ્ચે સતત આઠ વખત ચૂંટણી જીત્યા છે. પરંતુ 75 વર્ષથી વધારે ઉંમરના નેતાઓ ચૂંટણી ન લડી શકવાના કારણે ભાજપની નીતિગત નિર્ણયને લઇને મીડિયામાં સમાચાર આવ્યા બાદ તેમણે 5 એપ્રિલે જાહેરાત કરી હતી કે, તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં.


Download Our B K News Today App



Related News