‘સત્યમેવ જયતે! ના રામ મળ્યા, ના રોજગારી મળી, મળ્યા ફક્ત મોબાઈલ ચલાવતા બે’રોજગારો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 14:11:08
  • Views : 536
  • Modified Date : 2019-04-22 14:11:08

કોંગ્રેસના નેતા નવજોતસિંઘ સિધૂએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર પર આખરા પ્રહારો કર્યા. સિધૂએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા કેટલીક કંપનીઓના આંકડા રજૂ કરીને દાવો કર્યો હતો કે મોદી સરકારમાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે. તેમણે બેરોજગારી ઉપરાંત વિશ્વ બેંક પાસેથી લીધેલા દેવા વિશે પણ વિસ્તારપૂર્વક જણાવ્યું.સિધૂએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું જેમાં ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું કે, ‘સત્યમેવ જયતે! ના રામ મળ્યા, ના રોજગારી મળી, મળ્યા તો ફક્ત દરેક રસ્તા પર મોબાઈલ ચલાવતા બેરોજગારો...’સિધૂએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘190 દેશમાં હંગર ઈન્ડેક્સ (ભૂખમરાનો આંક)માં ભારતનું સ્થાન 103 પર છે. 1947થી 2014 સુધી એટલે કે 67 વર્ષમાં દેશ પર વિશ્વ બેંકનું દેવું 50 લાખ કરોડ રૂપિયાનું થયું હતું તેને મોદીજીએ ચાર વર્ષમાં 82 લાખ કરોડ સુધી પહોંચાડી દીધું છે.’ તેમણે કહ્યું કે, ‘આ દેશભક્તિ છે તમારી? આવોને મોદી સાહેબ ક્યાંક બેસીએ, ચા પીએ અને ચર્ચા કરીએ’.

Download Our B K News Today App



Related News