મોબાઇલની બેટરી સ્લો ચાર્જ થાય છે તો આ કારણો હોઇ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 12:02:03
  • Views : 930
  • Modified Date : 2019-09-04 12:02:03

છેલ્લા બે-ત્રણ વર્ષથી મોબાઇલની બેટરી વધુ કેપેસિટીની અને ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવી રહી છે.જોકે થોડા સમય પછી કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમની બેટરી બહુ ધીમી ચાર્જ થાય છે અથવા તો પહેલા જેટલી ઝડપથી ચાર્જ થતી નથી.

બેટરીના ચાર્જિંગમાં સર્જાતી સમસ્યાના જોકે ઘણા કારણો હોઇ શકે છે.તેની પાછળ કોઇ એપ અથવા તો સોફટવેર કે હાર્ડવેરમાં સર્જાયેલી ખામી પણ જવાબદાર હોઇ શકે છે.મોબાઇલને સર્વિસ સ્ટેશનમાં લઇ જતા પહેલા કેટલીક બાબતોની જાતે જ ચકાસી કરીને આ સમસ્યા દુર કરી શકાય છે.ઘણી વખત એવું બને છે કે ફોન સાથે આવતું અસલી ચાર્જર કે કેબલ બગડી જોય કે ખોવાઇ જાય લોકો સસ્તું કે  ડુપ્લિકેટ ચાર્જર અથવા કેબલ ખરીદે છે. જેના કારણે  મોબાઇલ ચાર્જ કરવામાં લાંબો સમય લાગી શકે છે. તેથી મોબાઇલ કોઇ પણ કંપનીનો હોય,તેનું ચાર્જર અને કેબલ અસલી પાવરવાનો જ આગ્રહ રાખો. તેનાથી મોબાઇલની બેટરી કે તેના પાર્ટસને નુકસાન થવાની ચિંતા નહીં રહે.મોબાઇલ ધીમો ચાર્જ થતો હોય તો  હાર્ડવેર ઉપરાંત સોફટવેર પણ જવાબદાર હોઇ શકે છે. કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારો મોબાઇલના ચાર્જિંગમાં સમસ્યા થાય તો  આવી એપ્લિકેશન ડિલિટ કરો અને ફરી ડાઉનલોડ કરીને ચેક કરી જોવો.કેટલીક એપ્લિકેશન બંધ કર્યા પછી પણ સતત બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. યુએસબી પોર્ટ ડેમેજ થવાથી કે પછી ધુળ જમા થવાથી પણ ચાર્જિંગ ધીમુ થાય છે. આ કિસ્સામાં તમે યુએસબી પોર્ટને સાફ કરી શકો છો. આ પછી તમારો ફોન પહેલાની જેમ જ ચાર્જ થવા લાગશે.જોકે આ બધુ કર્યા પછી પણ ચાર્જિંગની સમસ્યા દુર ન થાય બેટરીમાં ખામી હોઇ શકે છે.સમય જતાં બેટરી નબળી પડે છે.કયારેક ફોન પછડાવાથી કે અન્ય કારણથી બેટરીમાં જ ખામી સર્જાવાથી ચાર્જિંગ બરોબર થતું નથી. આવા સંજોગોમાં બેટરી બદલવી એકમાત્ર વિકલ્પ રહે છે.


Download Our B K News Today App



Related News