મિશન મંગલ’ પર અક્ષય કુમાર: હોલિવૂડે સાયન્સ પર 14-15 જેટલી ફિલ્મ્સ બનાવી, આપણી આ પહેલી જ ફિલ્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 16:05:30
  • Views : 579
  • Modified Date : 2019-08-18 16:05:30

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે અને ફિલ્મે પહેલાં જ દિવસે 29.16 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ઈસરોના મંગળ યાન પર આધારિત છે. ફિલ્મને લઈ હાલમાં અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. અક્ષય કુમારે કહ્યું હતું કે જ્યારે તેઓ ફિલ્મ બનાવી રહ્યાં હતાં ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે આ ફિલ્મ કેટલો બિઝનેસ કરશે? આ તો માંડ 60-70 કરોડ જ કમાણી કરી શકશે.

અક્ષય કુમારે ફિલ્મને લઈ શું કહ્યું?

1. ‘મિશન મંગલ’ને લઈ બીજું શું બોલ્યો અક્ષય કુમાર?

અક્ષય કુમારે કહ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ વધુ બિઝનેસ કરી શકશે નહીં કારણ કે આ પ્રકારની ફિલ્મ જોવાતી નથી અને કોઈએ આ પહેલાં આવી ફિલ્મ બનાવી નથી. અક્ષયે આગળ કહ્યું હતું કે આ એક મોટું જોખમ હતું. તેને ખ્યાલ નહોતો કે આ ફિલ્મ કઈ રીતે આગળ જશે અને દર્શકો સાયન્સ ફિલ્મને કેવી રીતે લેશે. જોકે, જોખમ એકવાર લેવા જેવું તો હતું.

2. ખ્યાલ નહોતો આવો પ્રતિભાવ મળશે

અક્ષય કુમારે આગળ કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આ ફિલ્મને આટલો બહોળો પ્રતિસાદ મળશે, કારણ કે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારની ફિલ્મ પહેલી જ વાર બની છે. તે ખુશ છે કે નવા જોનરની ફિલ્મ દર્શકોને પસંદ આવી અને તે ચાલી પણ ખરા. હોલિવૂડમાં સાયન્સ પર 14-15 જેટલી ફિલ્મ્સ બની છે પરંતુ આ આપણી પહેલી જ ફિલ્મ છે. તે હવે આ જોનરની કેટલીક વધુ ફિલ્મ્સ બનવાશે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે, કારણ કે બાળકો તથા મોટેરાઓને આ ફિલ્મ ગમી છે. વધુમાં અક્ષયે કહ્યું હતું કે બાળકો આ ફિલ્મ જોવા ઈચ્છે છે અને પોતાના પેરેન્ટ્સને લઈને આવે છે. પેરેન્ટ્સને પણ ખ્યાલ નથી કે મંગળ પર કેવી રીતે સેટેલાઈટ જાય છે. તેમનો હેતુ એ જ હતો કે આ ફિલ્મમાં એકદમ સરળ રીતે વિજ્ઞાનને સમજાવવામાં આવે. તેને પણ ખ્યાલ નહોતો કે સેટેલાઈટ કેવી રીતે કામ કરે છે પરંતુ ફિલ્મમાં એટલું પદ્ધતિસર સમજાવવામાં આવ્યું હતું કે તેને હવે આ બાબત સમજમાં આવી ગઈ છે.

3. વિદ્યા બાલન સહિતના કલાકારો

અક્ષય ઉપરાંત આ ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન તથા શરમન જોષી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140