મહેબૂબા-ઉમરને ક્યારે છોડાશે? રાજ્યપાલનાં જવાબથી અલગાવવાદી નેતાઓને લાગશે ઝાટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 11:41:25
  • Views : 473
  • Modified Date : 2019-08-29 11:41:25

જમ્મુ-કાશ્મીરનાં બંને પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી છેલ્લા 23 દિવસથી પોલીસની કસ્ટડીમાં છે. ઉમર અબ્દુલ્લાને ઘરની પાસે જ હરી નિવાસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે, તો મહેબૂબા મુફ્તીને પોતાના ઘરેથી દૂર ચશ્મ-એ-શાહી વિસ્તારમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. આ નેતાઓની ધરપકડને લઇને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, “હું તેમના સારાની કામના કરું છું. તેમને જો કોઈ પરેશાની હોય તો મને જણાવે. હું તેમની મદદ કરીશ.”

આ નેતાઓને ક્યારે છોડવામાં આવશે? આ પ્રશ્નનાં જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું કે, “એ જેટલા મોટા નેતા બનશે તેટલો લાંબો સમય કસ્ટડીમાં રખાશે.” કસ્ટડીમાં ઉમર અબ્દુલ્લા પોતાનો મોટાભાગનો સમય કસરત કરવામાં અને નાની-મોટી રમતો રમવામાં પસાર કરી રહ્યા છે. તો મહેબૂબા મુફ્તી સમાચાર પત્ર અને પુસ્તકો વાંચવામાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ સરકારે જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને ચેનલો સાથે વાતચીત માટે પરવાનગી આપી દીધી છે. સાથે જ બંને પૂર્વ મુખ્યમંત્રીઓને સેટેલાઇટ ટેલિવિઝનની સુવિધા પણ આપવામાં આવી છે.

જણાવી દઇએ કે આ જ મહિને કલમ 370ને નાબૂદ કરવામાં આવ્યા પહેલા બંને પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને છોડી દેવામાં આવ્યા છે. ધરપકડ બાદ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને લોકોની સાથે મળવાની ના કહી દેવામાં આવી હતી. ઉમરનાં પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાને પણ ગુપકર રોડ સ્થિત તેમના પોતાના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નેશનલ કૉન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) બંને દળનાં શ્રીનગર સ્થિત મુખ્યમથકો બંધ પડ્યા છે. મુખ્યમથકની પાસે ફક્ત સુરક્ષાકર્મીઓ છે.

કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરન્સનાં અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતુ કે, “લોકોને કેદ કરવામાં આવી રહ્યા છે. ઉમર અબ્દુલ્લા જેલમાં છે. અમે ગ્રેનેડ કે પથ્થર ફેંકનારા નથી. મારું ભારત તમામ માટે એક લોકતાંત્રિક, ધર્મનિરપેક્ષ ભારત છે. અમે બદલાવ માટે શાંતિપૂર્ણ સંકલ્પમાં વિશ્વાસ રાખીજમ્મુ-કાશ્મીરનાં બંને પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી છેલ્લા 23 દિવસથી પોલીસની કસ્ટડીમાં છે. ઉમર અબ્દુલ્લાને ઘરની પાસે એ છીએ.”

Download Our B K News Today App



Related News