ઉત્તરાખંડમાં મેઘતાંડવ: ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે બ્લૉક, કલાકો સુધી લોકો ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 10:46:04
  • Views : 290
  • Modified Date : 2022-07-17 10:46:04


ઉત્તરાખંડમાં મેઘતાંડવ: ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે બ્લૉક, કલાકો સુધી લોકો ફસાયા


ઉત્તરાખંડમાં ચોમાસાનો જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પહાડોથી લઈને મેદાની વિસ્તાર સુધી વરસાદે તાંડવ મચાવ્યું છે. જેને લઈને નદી નાળાઓ છલકાયા છે. ઉપરાંત પહાડમાંથી પાણી નીચે પડવાના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. તેને લઈને કેટલાય રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. શનિવારે રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે ખાખરામાં સમ્રાટ હોટલની પાસે ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. લગભગ 5 કલાક સુધી લોકો ત્યાં ફસાઈ રહ્યા હતા. 


આપને જણાવી દઈએ કે, બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે પર કેટલીય જગ્યાએ ભૂસ્ખલન થયા છે. છેલ્લા કેટલાય દિવસમાં સિરોબગડ નેશનલ હાઈવે બંધ પડ્યો છે. તો વળી બદ્રીનાથ પર ભારે માટી અને પથ્થર જમા થયા ગયા છે, જેને લઈને હાઈવે બંધ છએ. હાઈવે ખોલવા માટે NHAIના મશીનો લગાવામાં આવ્યા છે. તો વળી બીજી બાજૂ સતત થઈ રહેલા વરસાદના કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર પહાડી કટિંગનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે લોકોને કલાકો સુધી ફસાઈ રહેવું પડે છે. 


ભારે વરસાદના કારણે પહાડો પિગળી રહ્યા છે


હાલના સમયમાં રુદ્રપ્રયાગમાં કેટલાય દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને પહાડો પિગળી રહ્યા છે. મોટી સંખ્યામાં માટી અને પથ્થર નીચે પડી રહ્યા છે. શનિવારે પણ કંઈક આવુ જ થયું હતું. જેનાથી બદ્રીનાથ, ઋષિકેશ હાઈવે પર રુદ્રપ્રયાગથી 10 કિમી દૂર સમ્રાટ હોટલ પાસે પહાડીમાંથી ભારે માત્રામાં બોલ્ડર અને કાટમાળ નીચે આવ્યો છે, જેને લઈને હાઈવે બંધ કરવો પડ્યો છે. 


 


 


Download Our B K News Today App



Related News