16 એપ્રિલના રોજ આઈપીએલ ટીમના માલિકોની બીસીસીઆઈ અધિકારીઓની સાથે મીટિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-01 16:46:15
  • Views : 336
  • Modified Date : 2024-04-01 16:46:15

IPL 2024ની સીઝન શરુ છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, આઈપીએલ ટીમના માલિકોની એક મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગ આઈપીએલની 10 ટીમોના માલિકોની છે. જે 16 એપ્રિલના રોજ અમદાવાદમાં એકઠા થશે. તે દિવસે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ હશે તે સમયે મીટિંગ બોલાવવામાં આવી રહી છે. આઈપીએલ ટીમ માલિકોની મીટિંગ બીસીસીઆઈએ બોલાવી છે.બીસીસીઆઈએ બોલાવેલી મીટિંગમાં તમામ ટીમોની સીઈઓ અને ઓપરેશનલ ટીમનું હોવું જરુરી છે. હવે સવાલ એ છે કે, મીટિંગનું કારણ શું છે. તો આને લઈને સ્પષ્ટ થયું નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક જરુરી મુદ્દાને લઈ વાત થઈ શકે છે. જેના વિશે ટીમોના માલિકોનું હોવું જરુરી છે.બીસીસીઆઈ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં અધ્યક્ષ રોજર બન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલ પણ હશે. મીટિંગ વિશે જાણકારી તમામ ટીમના માલિકોના આઈપીએલના સીઈઓ હેમાંગ અમીન દ્વારા આપવામાં આવી છે. હાલમાં જે જાણકારી શેર કરવામાં આવી છે. તે મીટિંગમાં કોના વિશે હશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

 

 

Download Our B K News Today App



Related News