હવે માયાવતીના ખાંડ મિલ કાંડના સંદર્ભમાં તપાસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:32:49
  • Views : 492
  • Modified Date : 2019-04-28 12:32:49

માયાવતી સરકારની અવધિમાં વર્ષ ૨૦૧૦-૧૧માં સાત બંધ કરાયેલી ખાંડ મિલોને વેચી દેવામાં થયેલા કોંભાડમાં સીબીઆઇ લખનૌની એન્ટી કરપ્શન બ્રાન્ચે એફઆઇઆર દાખલ કરી છે. આ ઉપરાંત ૧૪ અન્ય ખાંડ મિલોના વેચાણને લઇને છ જુદી જુદી પીઇ પણ દાખલ કરવામાંમ આવી છે. આનો અર્થ એ થયો કે માયાવતી પર સકંજા મજબુત કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશ સરકારે ૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે ૨૧ ખાંડ મિલોના વેચાણમાં થયેલી ગેરરિતીના મામલામાં સીબીઆઇ તપાસ માટે ભલામણ કરવામાં આવી હતી. ખાંડ મિલોના વેચાણમાં થયેલા કૌભાંડની ઉંડી તપાસ ચાલી રહી છે. આ કોંભાડના કારણે પ્રદેશ સરકારને ૧૧૭૯ કરોડનું
નુકસાન થયુ હતુ. સીબીઆઇ દ્વારા આ મામલામાં દિલ્હીના રોહિણી નિવાસી સહિત કેટલાક લોકોના નામ નોંધી દીધા છે. આ પહેલા રાજ્ય ખાંડ નિગમ લિમિટેડે ખાંડ મિલો ખરીદનાર બે બોગસ
કંપનીઓની સામે નવ નવેમ્બર ૨૦૧૭ના દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની સામે ૨૦૧૭માં ગોમતીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ રીપોર્ટ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન વિંગની તપાસ બાદ કરવામાં આવી હતી. ખાંડ નિગમે વર્ષ
૨૦૧૦-૧૧માં ૨૧ ખાંડ મિલો વેચી દેવામાં આવી હતી. આને લઇને ભારે હોબાળો થયો હતો. માયાવતીના શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અને કોંભાડમાં હવે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News