24 વર્ષ બાદ આજે માયાવતી-મુલાયમ એક સ્ટેજ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 12:27:02
  • Views : 508
  • Modified Date : 2019-04-19 12:27:02

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સંબંધો સતત સુધરી રહ્યા છે. શુક્રવારે 24 વર્ષ બાદ ફરી એક વખત ેવું દૃશ્ય જોવા મળશે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહી હોય. શુક્રવારે મૈનપુરી અને આંવલામાં યોજાનારી ગઠબંધન રેલીમાં બસપાના વડા માયાવતી અને સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ એક જ સ્ટેજ પર આવી શકે છે. 1995ના ગેસ્ટ હાઉસ કાંડ બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે રાજકીય દુશ્મનાવટ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશની લોકસભાની ત્રણ બેઠકો પર થયેલી પેટાચૂંટણી દરમિયાન તેનો અંત આવ્યો હતો. તેમ છતા કોઈએ કલ્પના કરી ન હતી કે માયાવતી અને મુલાયમ સિંહ યાદવ ક્યારેય એક સાથે એક સ્ટેજ પર જોવા મળશે. સમાજવાદી પાર્ટીએ ગુરુવારે ટ્વીટર પર પોસ્ટ કરીને આ રેલી અંગે જાહેરાત કરી હતી. 

Download Our B K News Today App



Related News