એકપણ ઉમેદવાર મતદાન નહીં કરી શકે, જ્યારે ધારાસભ્યો બે-બે મત આપી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 15:47:01
  • Views : 533
  • Modified Date : 2019-07-05 15:47:01

હાલ ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના 4 ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવાર મતદાન કરી શકશે નહીં. આ ચૂંટણીમાં ધારાસભ્યો જ મતદાન કરતા હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાંથી કોઈ ધારાસભ્ય ન હોવાથી મતદાન કરી શકે તેમ નથી. આમ બન્ને બેઠકો પરથી જીતનારા ઉમેદવાર પોતાના મત વિના જ રાજ્યસભા સાંસદ બનશે. આ સિવાય આ વખતે બે બેલેટ હોવાથી ધારાસભ્યો બે-બે મત આપી રહ્યા છે.ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે.2017માં અમિત શાહ-બલવંતસિંહે મતદાન કર્યું હતુંજ્યારે ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ત્રણ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 4 ઉમેદવારો એવા અમિત શાહ, સ્મૃતિ ઈરાની, અહમદ પટેલ અને બલવંતસિંહ રાજપૂતમાંથી બે ઉમેદવારોએ મતદાન કર્યું હતું. જેમાં તે સમયે નારણપુરા બેઠકના ધારાસભ્ય અમિત શાહ અને સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News