થિયેટરમાં હાઉસફુલ હોવા છતાં એમેઝોન પર રિલીઝ થઇ રહી છે 'માસ્ટર', માત્ર 2 અઠવાડિયામાં OTT પર આવનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 13:17:36
  • Views : 403
  • Modified Date : 2021-01-28 13:17:36

    રવિવાર રાતથી ડિસ્ટ્રિબ્યુટર અને એક્ઝિબિટર કમ્યુનિટીમાં હલચલ છે. વાત સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'માસ્ટર'ની છે. હાલની સ્થિતિમાં પણ તેણે થિયેટરમાં 200 કરોડનો બિઝનેસ કર્યો છે. તમિલનાડુ અને બાકી રાજ્યોના થિયેટરમાં હજુ પણ લોકો આ ફિલ્મ જોવા આવી રહ્યા છે. તેમ છતાં તેને થિયેટર રિલીઝના 2 અઠવાડિયા પછી જ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. કાયદા મુજબ થિયેટર અને OTT રિલીઝ વચ્ચે 8 અઠવાડિયાનું અંતર રાખવાનું હોય છે. પણ આવું પહેલીવાર છે કે જ્યારે 'માસ્ટર' ફિલ્મ 2 અઠવાડિયાના ગેપમાં જ રિલીઝ થઇ રહી છે.


    ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે કે આ ખરેખર પહેલી એવી ફિલ્મ છે, જે આટલા ઓછા ગેપમાં OTT પર આવશે. અચરજની વાત છે કે આવું કેમ થયું. સવાલ એ પણ છે કે શું આગળ પણ આવું જ થશે. શું આગળ પણ થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મો માત્ર 2 અઠવાડિયાના ગેપમાં જ OTT પર આવવા લાગશે. જો આવું થાય છે તો થિયેટરના માલિક એટલે કે એક્ઝિબિટર કમ્યુનિટી અને પ્રોડ્યુસરથી તેમના સુધી પહોંચતા ડિસ્ટ્રિબ્યુટર્સ ખોટમાં પડી શકે છે. જોકે હજુ આ બંને કમ્યુનિટી તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે.'

    એક્ઝિબિટર કમ્યુનિટીના વિષેક ચૌહાણનું કહેવું છે કે, '2 અઠવાડિયાના ગેપથી વધુ તકલીફ તો ન થવી જોઈએ. તે એટલા માટે કે જે ઓડિયન્સ થિયેટરમાં આવીને ફિલ્મ જોવા ટેવાયેલા છે તે તેને થિયેટરમાં જ જોશે. હા જે લોકો ઘરે અથવા મોબાઈલ પર જોવાનું પસંદ કરે છે, તે ઘરમાં જ આ ફિલ્મની મજા લેશે. આ બહાને થિયેટર અને OTTની તાકાતનો અંદાજો પણ લાગશે. આ ફિલ્મ 29 જાન્યુઆરીએ એમેઝોન પર આવશે, પણ તમિલનાડુના થિયેટરમાં હજુ પણ તેનું બુકિંગ હાઉસફુલ છે.'

    બીજી તરફ એમેઝોનના અધિકારીઓએ પણ પોતાના તર્ક આપ્યા છે. તેમણે કહ્યું, 'અમે આખા લોકડાઉનમાં 16 સાઉથ અને 5 બોલિવૂડ ફિલ્મો અક્વાયર કરી. વિજયની 'માસ્ટર' પણ તે જ સમયે એટલે કે 'ગુલાબો સિતાબો'ના ટાઈમ પર અક્વાયર કરવામાં આવી હતી. ઓગસ્ટમાં તેની ડિજિટલ રિલીઝનું અનાઉન્સમેન્ટ પણ થવાનું હતું પણ ફિલ્મના હીરો અને સુપરસ્ટાર વિજયની સ્ટારડમને કારણે આવું ન કરવામાં આવ્યું.'વિજયે પણ તે સમયે ત્યાંની સરકારને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અપીલ કરી હતી કે થિયેટર ખોલવામાં આવે. 100% ઓક્યુપેન્સી રાખવામાં આવે. માગ પૂરી થતા 'માસ્ટર'નું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન પૂરું થવા પર તેને 13 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી પણ એમેઝોન સાથે આ ડીલ પહેલેથી જ હતી. આ ફિલ્મ 29 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે જેનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ થઇ ચૂક્યું છે.

    એમેઝોન પ્રાઈમ વીડિયો, ભારતના ડિરેક્ટર અને પ્રમુખ વિજય સુબ્રમણ્યમે કહ્યું, 'અમને એમેઝોન પ્રાઈમ વીડિયો પર માસ્ટરના ડિજિટલ પ્રીમિયરની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. માસ્ટર વર્ષની સૌથી વધુ પ્રતિક્ષિત તમિળ ફિલ્મોમાંની એક છે.'થલાપતિ વિજયે તેના રોલ વિશે કહ્યું, 'ફિલ્મમાં હું જોન દૂરેરાજ નામના એક શરાબી કોલેજ પ્રોફેસરના રોલમાં છું, જેને એક કિશોર વિદ્યાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ત્યાં તેની મુલાકાત વિજય સેતુપતિના રોલ ભવાની સાથે થાય છે જે પોતાના અંગત લાભ માટે વિદ્યાલયના બાળકોનો ઉપયોગ કરે છે. મને ભરોસો છે કે જોન અને ભવાની વચ્ચેની આ રસપ્રદ દુશમની દર્શકોને એક્શન અને ડ્રામાની રોલર કોસ્ટર રાઈડ પર લઇ જશે. મને ખુશી છે કે પ્રશંસક ભારત અને દુનિયાભરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફિલ્મનો આનંદ લઇ શકે છે.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121