ઋષભ પંતના ઘરે ટુંક સમયમાં જ લગ્નનો માહૌલ જામશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-07 16:35:34
  • Views : 99
  • Modified Date : 2024-01-07 16:35:34

ઋષભ પંતની બહેનની સગાઈ થઈ છે. ક્રિકેટરે ફોટો શેર કર્યા છે જેમાં તેની બહેન , માતા અને તેના જીજાજી પણ જોવા મળી રહ્યા છે. પંતની બહેને અંકિત ચૌધરી સાથે સગાઈ કરી છે.ઋષભ પંતના જીજાજી અંકિત ચૌધરીની વાત કરીએ તો તે ઈંગ્લેન્ડના છે. તે આઈટીયુ નામની કંપની ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે.ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર કેટલીક પોસ્ટ શેર કરતો રહે છે હવે તેમણે બહેનની સગાઈના ફોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.પંતની બહેનની સગાઈ થઈ ચૂકી છે અને હવે ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.પંતની બહેન સાક્ષીએ તેના ભાવિ પતિ અંકિત ચૌધરી સાથે તેની સગાઈના ફોટો શેર કર્યા છે, જેમાં તે તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.આપણે ઋષભ પંતની વાત કરીએ તો પંત 1 વર્ષથી વધુ સમય મેદાનથી દુર છે. કાર અકસ્માત બાદ તે ધીમે ધીમે રિકવર થઈ રહ્યો છે.જો કે, સારી વાત એ છે કે ઋષભ તેની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે અને એવી આશા છે કે તે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ માટે માત્ર રમતા જ નહીં પરંતુ કેપ્ટનશિપ પણ કરતો જોવા મળશે.રિષભ ફરી એકવાર IPL દ્વારા ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કરી શકે છે, પંતે આઈપીએલમાં 2016માં ડેબ્યુ કર્યું હતુ. અત્યારસુધી 98 મેચ રમી છે. 148ના સ્ટ્રાઈક રેટથી 2838 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 15 અડધી સદી આવી છે.

Download Our B K News Today App



Related News