પંખા, બુકો અને પ્રિપેઇડ ફોન રિચાર્જ દુકાનોને મંજુરી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 11:28:33
  • Views : 1071
  • Modified Date : 2020-04-23 11:28:33

લોકડાઉનની સ્થતિ એક પછી એક કઠોર નિર્ણયોની સાથે સાથે લોકોની સુવિધા માટે હળવા નિયમો પણ
અપનાવવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન
એજ્યુકેશન બુકો, ઇલેક્ટ્રીક પંખા, પ્રિપેઇડ ફોન રિચાર્જને પણ હવે મંજુરી આપી દેવામાં આવી છે. મોબાઇલ ફોન સાથે જાડાયેલી સુવિધાઓ માટે લીલઝંડી આપવામાં આવી છે. લોકડાઉનના આ ગાળા દરમિયાન સેવાઓ ચાલુ રહેશે. આ આદેશો મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા હતા. ચોક્કસ સર્વિસ અને પ્રવૃત્તિઓની મુક્તના સંદર્ભમાં કેટલીક બાબતો અંગે પ્રશ્નો કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યા હતા. હજુ સુધી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં આ પ્રવૃત્તિને આવરી લેવાઈ ન હતી. ડિજિટલ પ્લેટફોર્મને લઇને પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, બ્રેડની ફેક્ટરીઓ અને શહેરી વિસ્તારોમાં સ્થત ફ્લોર મિલો અથવા આટા ચક્કીઓને પણ કોરોના વાયરસને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉનના ગાળા દરમિયાન શરૂ કરવા માટેની મંજુરી આપી દેવામાં આવી છે. અન્ય કેટલીક સુવિધાઓ ચોક્કસ શરતો સાથે શરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News