મણિશંકર અય્યરના ફરીથી વિવાદિત બોલ.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 12:56:05
  • Views : 506
  • Modified Date : 2019-05-14 12:56:05

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે બ્લોગ લખીને 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતે કરેલી ટિપ્પણીને યોગ્ય ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે, 2017માં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. તેમણે બ્લોગ લખીને કહ્યું છે કે, શું એ વખતે મેં જે ભવિષ્યવાણી કરી હતી તે ખોટી હતી. આ સાથે જ તેમણે લખ્યું છે કે, 23 મેના રોજ જનતા મોદી સરકારને સત્તામાંથી બહાર કરી દેશે. પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ બાલાકોટના એરસ્ટ્રાઈક સંબંધિત દાવા, દિલ્હીના રામલીલા મેદાનમાં રાજીવ ગાંધીના INS વિરાટ જહાજનો ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કરવા સંબંધિત નિવેદનોની પૃષ્ઠભુમિમાં અય્યરે લખ્યું છે કે, "23 મેના રોજ સૌથી અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરનારા વડાપ્રધાન મોદીને ભારત સચોટ જવાબ આપતા બહારનો રસ્તો દેખાડી દેશે."

Download Our B K News Today App



Related News