મમતાનું ફરી અલગ વલણ, કહ્યું- પરિણામ પહેલા બેઠકથી શું ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 12:02:03
  • Views : 441
  • Modified Date : 2019-05-13 12:02:03

 (Lok Sabha Elections 2019) માં અત્યાર સુધી છ તબક્કામાં મતદાન થઇ ગયું છે. દરેક રાજકીય પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. ભાજપને જ્યાં દેશમાં પીએમ મોદીની સત્તામાં વાપસીની આશા છે. ત્યારે મોદી વિરોધીઓની પાર્ટીમાં સતત એકજૂટતા દેખાડવાની અલગ અલગ કવાયત જોવા મળી રહી છે. પરંતુ અત્યારે પણ વિપક્ષી પાર્ટીમાં એક અભિપ્રાય જોવા મળી રહ્યો નથી.વિપક્ષી પાર્ટીની બેઠકને લઇને તાજા મતભેદ સર્જાયા છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, 21 મેએ તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં દરેક વિપક્ષી પાર્ટીને દિલ્હીમાં બેઠક યોજાવાની છે. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે, આ બેઠક ચૂંટણી પરિણામના દિવસે યોજાશે.21મી તારીખે વિપક્ષી પાર્ટીની બેઠકનો પ્રસ્તાવ નાયડૂ દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગે વિપક્ષી પાર્ટીની આ બેઠકને 23 મે ચૂંટણી પરિણામ બાદ બોલાવવાનું કહ્યું છે. હાલમાં આ બેઠક પ્રસ્તાવિત કરવામાં આવી છે. ચંદ્રબાબૂ નાયડૂએ આ મામલે સૌથી પહેલા રાહુલ ગાંધી અને મમતા બેનર્જીથી મુલાકાત કરી આ પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ મમતાએ સ્પષ્ટ પણે એવું કહી આવવાથી ના પણી હતી કે, પરિણામ પહેલા બેઠકથી શું ફાયદો?

Download Our B K News Today App



Related News