મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે.......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 11:04:44
  • Views : 564
  • Modified Date : 2019-05-08 11:04:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થઈ ગઈ છે. મેં આવા જૂઠ્ઠા વડાપ્રધાન ક્યાંય નથી જોયા. હવે ચૂંટણી આવી છે તો રામ નામ જપવાનું શરૂ કર્યું છે. નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી. તેઓ બંધારણ પણ બદલી દેશે. મમતાએ કહ્યું, હું ભાજપની નારેબાજીમાં વિશ્વાસ નથી રાખતી.મમતાએ કહ્યું કે, પૈસા મારા માટે મહત્વના નથી પણ જ્યારે તેઓ પશ્ચિમ બંગાળ આવીને કહે કે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) લૂંટારાઓથી ભરેલી છે ત્યારે મને તેમને થપ્પડ મારવાનું મન થઈ જાય છે. હું મોદીથી નથી ડરતી. કારણ કે, હું આ પ્રકારનું જ જીવન જીવુ છું. મોદી માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News