માલવી મલ્હોત્રાએ ઉર્મિલા માતોંડકરની મુલાકાત લીધી, કહ્યું- તેમણે મને મારી સુરક્ષાનું આશ્વાસન આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 13:05:57
  • Views : 349
  • Modified Date : 2020-12-31 13:05:57

    ટીવી અને સાઉથ એક્ટ્રેસ માલવી મલ્હોત્રા સાથે અંદાજે બે મહિના પહેલાં એક ભયાનક ઘટના ઘટી હતી. તેના એક મિત્ર યોગેશ કુમાર મહિપાલ સિંહે તેના પર ચાર વખત ચાકુથી હુમલો કરીને તેને મારી નાખવાની ટ્રાય કરી હતી. આ ઘટના વન સાઈડ લવની હતી. છોકરાનું પ્રપોઝલ ઠુકરાવતા માલવીને આ જીવલેણ હુમલાનો સામનો કરવો પડ્યો. ઘટના પછી માલવીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી થઇ હતી. સ્વાભાવિક છે કે આ ઘટનાએ માલવીના આખા જીવનને સાવ બદલી નાખ્યું. હાલમાં જ તે એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરને મળી. તેણે માલવીના ડરને દૂર કરવામાં તેની મદદ કરી.

    આ બાબતે માલવીએ જણાવ્યું, 'ઉર્મિલા માતોંડકરને મળવાનો અનુભવ ઘણો સારો હતો. વાતચીતથી ખબર પડી કે આ કેસમાં તે સંપૂર્ણ રીતે મારી સાથે છે. હકીકતમાં તેમણે કાયદાકીય રીતે મારો સપોર્ટ કરવા માટે ઘણા લોકો સાથે મારો સંપર્ક કરાવ્યો અને આ કેસમાં કડક કાર્યવાહી કરવા કહ્યું. જ્યારે હું તેમને મળી તો મને સાજી થતી જોઈને તે ઘણા ખુશ થયા. તે એક ઘણા સારા એક્ટ્રેસ છે, પણ તેનાથી વધુ તે એક ભાવુક મહિલા પણ છે. હું ખરેખર ખુશ છું કે તે શિવસેનામાં સામેલ થયા. કારણકે તે એક શક્તિશાળી પદ પર રહેવા લાયક છે.'

    ઉર્મિલાએ માલવીને એવું પણ કહ્યું કે તે સંપૂર્ણ રીતે મુંબઈમાં રહેતા આવા લોકોની વિરુદ્ધ છે. જે આ રીતે ગુંડાગર્દી કરે છે કારણકે આ મહિલાઓ માટે ભારતનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે અધિકારીઓ અમુક કડક કાયદા પર કામ કરી રહ્યા છે, જે મહિલાઓને દરેક રીતે ગુંડાથી બચાવશે. આના પર માલવીએ કહ્યું, 'જ્યારે હું ઉર્મિલાને મળી અને તેમની સાથે વાત કરી તો મને મુંબઈમાં ખરેખર સેફ ફીલ થયું. કારણકે તેમણે મને સપોર્ટ કર્યો ત્યાં સુધી કે મારાં માતાપિતા પણ ખુશ છે. કારણકે તેમણે મને મારી સુરક્ષાનું આશ્વાસન આપ્યું.' જણાવી દઈએ કે માલવી સાથે આ ઘટના 26 ઓક્ટોબરે થઇ જ્યાં તેણે મૃત્યુને સાવ નજીકથી જોયું. આરોપી છોકરાને મુંબઈના વર્સોવા પોલીસે કસ્ટડીમાં લીધો હતો.

    હિમાચલની રહેવાસી માલવી તેલુગુ ફિલ્મ 'કુમારી 21 એફ', તમિળ ફિલ્મ 'નદિક્કુ એન્ડી', હિન્દી ફિલ્મ 'હોટલ મિલન', ટીવી સિરિયલ 'ઉડાન'માં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે અમુક જાહેરાતમાં પણ કામ કર્યું છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138