ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત અન્ય રાજ્યોમાં અટવાયેલા તમામ મજુરને પરત લવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:36:09
  • Views : 844
  • Modified Date : 2020-04-25 11:36:09

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મોટો નિર્ણય લેતા કહ્યું હતું કે, બીજા રાજ્યોમાં ફસાયેલા યુપીના મજદૂરોને પણ પરત લાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આના માટે કેટલીક શરતો મુકી દીધી છે. શરત મુકતા કહેવામાં આવ્યું છે કે, સરકાર માત્ર એવા જ મજુરોને પરત લાવશે જે કોઇ અન્ય પ્રદેશમાં ૧૪ દિવસ માટે ક્વોરનટીનનો ગાળો પૂર્ણ કરી ચુક્યા છે. યોગીએ ટીમ-૧૧ સાથે બેઠકમાં આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૪ દિવસ માટે ક્વોરનટીન પૂર્ણ કરી ચુકેલા અને બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને તબક્કાવારરીતે પરત લાવવાની કાર્ય યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા હરિયાણાથી મજુરોને પરત લાવવામાં આવશે. હરિયાણામાં યુપીના ૧૧૦૦૦ મજુરો ક્વોરનટીન સેન્ટરમાં રહેલા છે. યોગીની ટીમ-૧૧ સાથે નિયમિતરીતે બેઠક થઇ રહી છે. કોરોના સામે લડવામાં જે રાજ્યો સૌથી આગળ રહ્યા છે તેમાં યોગી આદિત્યનાથ પણ સમાવેશ થાય છે. તેમની ટીમ-૧૧ની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. યોગી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમામ પાસાઓ ઉપર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News