મહેસાણામાં વિદ્યાર્થીઓ હોમવર્ક કર્યા વગર શાળાએ આવતાં શિક્ષકે બંગડી પહેરવાની સજા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 15:40:34
  • Views : 413
  • Modified Date : 2019-07-22 15:40:34

લેશન નહીં કરવાની સજામાં બંગડી પહેરાવામાં આવતાં વિદ્યાર્થીઓએ શાળાએ ન જવાની હઠ કરી હતી અને પોતાની સાથે વાલીઓને શાળાએ લઇ જવા નનૈયો ભણ્યો હતો. જેને લઇને વાલીઓ શાળાએ દોડી ગયા હતા અને આચાર્યને ફરિયાદ કરી હંગામો કર્યો હતો. ત્યારબાદ આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરતાં તેઓ શાળાએ દોડી ગયા હતા. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા વાલીઓએ શિક્ષક બદલવા માટે ઉગ્ર માગ કરી છે.

Download Our B K News Today App



Related News