મહારાષ્ટ્ર: એકનાથ શિંદે જૂથની સેમીફાઈનલમાં જીત, ભાજપ ધારાસભ્ય રાહુલ નાર્વેકર બન્યા નવા સ્પિકર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 12:08:56
  • Views : 228
  • Modified Date : 2022-07-03 12:08:56


મહારાષ્ટ્ર: એકનાથ શિંદે જૂથની સેમીફાઈનલમાં જીત, ભાજપ ધારાસભ્ય રાહુલ નાર્વેકર બન્યા નવા સ્પિકર


મહારાષ્ટ્રમાં આજથી બે દિવસીય વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થયું છે. જ્યાં સ્પિકરની પસંદગી માટે વોટિંગ થયું હતું. આ સત્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત એનસીપીના અજીત પવાર શિવસેનાના આદિત્ય ઠાકરે સહિત અન્ય ધારાસભ્યો પણ વિધાનસભામાં પહોંચ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે અને વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાત પણ વિધાનભવન પહોંચ્યા હતા. મહા વિકાસ અઘા઼ડી તરફથી રાજન સાલ્વી તથા એકનાથ શિંદે તથા ભાજપ તરફથી રાહુલ નાર્વેકરને ઉમેદવાર બનાવામા આવ્યા હતા. જેમાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને વિધાનસભાના સ્પિકર બનાવામાં આવ્યા છે. 


મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પિકરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 વોટ મળ્યા હતા. મહાવિકાસ અઘાડી ઉમેદવારને 107 વોટ મળ્યા હતા. રાહુલ નાર્વેકરે પોતાના હરીફને 47 વોટથી હરાવ્યા છે. સપા અને AIMIMના બે-બે ધારાસભ્યોએ કોઈને વોટ આપ્યો નહોતો.


BJPના રાહુલ નાર્વેકર નવા સ્પિકર બન્યા


મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પિકરની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન ઉમેદવાર રાહુલ નાર્વેકર જીતી ગયા છે. વિધાનસભા સ્પિકર ચૂંટણીમાં જીત માટે 145 વોટની જરૂર હકી, રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળી ચુક્યા છે, જે જીત કરતા 19 વોટ વધારે છે. 


 


સપાના ધારાસભ્યોએ વોટ કર્યા નહીં


મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પિકર ચૂંટવા માટે મતદાન થયું હતું. સ્પિકર ચૂંટણીમાં વોટિંગથી સમાજવાદી પાર્ટી અલગ રહી હતી. સપાના બે ધારાસભ્યોએ કોઈને વોટ આપ્યો નહોતો.


 


Download Our B K News Today App



Related News