મહારાષ્ટ્ર : સરકાર પર સંકટ અને 3 દિવસમાં ઠાકરે સરકારે કરોડોના 160 કામો મંજૂર કર્યા, રાજ્યપાલે માંગ્યો ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 13:12:19
  • Views : 245
  • Modified Date : 2022-06-28 13:12:19


મહારાષ્ટ્ર : સરકાર પર સંકટ અને 3 દિવસમાં ઠાકરે સરકારે કરોડોના 160 કામો મંજૂર કર્યા, રાજ્યપાલે માંગ્યો ખુલાસો 


મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું કે, 22-24 જૂનથી સુધી સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ સરકારી ઠરાવોની સંપૂર્ણ વિગતો આપે. આ અંગે પ્રાપ્ત માહીતી અનુસાર સત્તાધારી સાથી NCP અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગોએ 22-24 જૂન સુધીમાં વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયાની છૂટ આપવાના સરકારી આદેશો જાહેર કર્યા પછી માહિતી આપવાની સૂચનાઓ આવી. પત્ર અનુસાર, "રાજ્યપાલે 22-24 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા GR, પરિપત્રો વિશે 'સંપૂર્ણ પૃષ્ઠભૂમિ માહિતી' પ્રદાન કરવા કહ્યું છે..."


મહારાષ્ટ્રમાં હાલ સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે.


તમને જણાવી દઈએ કે, સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે પ્રવીણ દરેકરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને છેલ્લા કેટલાક દિવસોમાં મહા વિકાસ અઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલા આડેધડ નિર્ણયો સામે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે શિવસેના નેતા એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ અઘાડીના મોરચે મોટું સંકટ ઉભું થયું છે અને રાજ્યમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે.


MVA સરકારે 22, 23, અને 24 જૂનમાં 160 સરકારી ઠરાવો પસાર કર્યા


એક અહેવાલ મુજબ, એક તરફ શિવસેના બળવાખોરોને પરત લાવવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ મહા વિકાસ અઘાડી (MVA સરકાર) નિર્ણય પર આગ્રહ કરી રહી છે. જાણવા મળ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસો એટેલે કે,  22, 23, અને 24 જૂનમાં MVA સરકારે 160 સરકારી ઠરાવો (GR) જહારે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજ્યપાલે હવે સરકાર પાસે તેની માહિતી માંગી છે.એકનાથ શિંદે અને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહા વિકાસ અઘાડી સરકાર સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન, રાજ્ય સરકારે ત્રણ દિવસમાં વચ્ચે 160 જીઆર જાહેર કર્યા છે.


રાજ્યપાલે મુખ્ય સચિવને પત્ર લખી ત્રણ દિવસોમાં લેવાયેલા નિર્ણયને જાહેર કરવાની માંગ કરી


રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખીને 22-24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ સરકારી દરખાસ્તોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, MVA સરકારે 22 થી 24 જૂન સુધી વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયા જાહેર કરવાનો સરકારી આદેશ જાહેર કર્યા પછી આ સૂચના આવી છે. આ સંદર્ભમાં ભાજપના નેતા પ્રવીણ દરેકરએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર મોકલ્યો હતો. પ્રવીણ દરેકરના પત્ર પર કાર્યવાહી કરતા રાજ્યપાલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. રાજ્યપાલે મુખ્ય સચિવને પત્ર લખીને 22, 23 અને 24 જૂન વચ્ચે લેવાયેલા નિર્ણયને જાહેર કરવાની માંગ કરી છે.


 


Download Our B K News Today App



Related News