મહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટ: એકનાથ શિંદેએ બહુમતનો આંકડો પાર કર્યો, સમર્થનમાં પડ્યા 164 વોટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 12:02:18
  • Views : 276
  • Modified Date : 2022-07-04 12:02:18

મહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટ: એકનાથ શિંદેએ બહુમતનો આંકડો પાર કર્યો, સમર્થનમાં પડ્યા 164 વોટ

 

મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે.

તો વળી બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ નાખવાનું પ્રેશર છે, જો તે આવું નહીં કરે તો, તેમના પર એક્શન લેવાઈ શકે છે. 

 

આપને જણાવી દઈએ કે, 288 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 144 સભ્યોનું સમર્થન જોઈએ, હાલની સ્થિતિ જોતા શિવસેના (શિંદે જૂથ)માં 39, શિવસેના (ઉદ્ધવ જૂથ)માં 16, ભાજપમાં 106, અપક્ષ 12, એનસીપીમાં 53 તથા કોંગ્રેસમાં 44 અને અન્યના 17 ધારાસભ્યો છે. 

શિંદે વિરુદ્ધ 99 વોટ પડ્યા

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી દરમિયાન એકનાથ શિંદે વિરુદ્ધ 99 વોટ પડ્યા છે. જ્યારે શિંદેના સમર્થનમાં 164 વોટ પડ્યા, સાથે જ મોડા આવવાના કારણે પાંચ ધારાસભ્યોને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં આવ્યો નહોતો.

અશોક ચૌહાણ સહિત ચાર ધારાસભ્યો વોટિંગ કરી શક્યા નહીં


વિપક્ષના ચાર ધારાસભ્યો વોટ નાખી શક્યા નહોતા, તેમાંથી કોંગ્રેસના અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર અને એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જપતાપ સામેલ છએ. આ ચારેય લેટ થઈ ગયા હતા, તેથી તેમને સદનમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી.

એકનાથ શિંદેએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણમાં એકનાથ શિંદે સરકાર પાસ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તેમને 164 વોટ મળ્યા છે. 

ધ્વનિમત પર વાંધો, હવે થશે વોટિંગ

વિધાનસભામાં વિપક્ષે ધ્વનિમતથી બહુમત સાબિત કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ હવે વોટિંગથી ફ્લોર ટેસ્ટ થશે. તેમાં બે જૂથના ધારાસભ્યો અલગ અલગ બેસીને હેડકાઉંટ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યવાહી શરૂ

મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે શિંદે સરકારે બહુમત સાબિત કરવાનો છે.

 

Download Our B K News Today App



Related News