ગુજરાતમાં મગફ્‌ળીનું ઉત્પાદન ડબલ થવાનો અંદાજગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફ્‌ળીના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:45:31
  • Views : 709
  • Modified Date : 2019-11-11 13:45:31


ઉત્પાદનમાં ૧૦૦ ટકાનો વધારો થઈને ગત વર્ષની તુલનાએ બમણું ઉત્પાદન થવાનો અંદાજ છે. જોકે ખેડૂતોને પણ નીચા ભાવ મળે તેવી ધારણા છે. મુંબઈ ખાતે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક જનરલ મિટિંગમાં એનાલિસ્ટોએ ગુજરાતના મગફ્‌ળીના પાકનો અંદાજ ૩૦ લાખ ટનનો મૂક્યો છે, જે ગત વર્ષે ૧૫.૯૫ લાખ ટન થયું હતું. જોકે ગુજરાત સિવાયનાં તમામ રાજ્યમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે, જેને પગલે સમગ્ર દેશનું ઉત્પાદન માત્ર ૧૧.૬૫ લાખ ટન વધીને ૪૯ લાખ ટન થશે.

મગફ્‌ળીમાં ઉત્પાદનના અંદાજો ઊંચા આવતા આજે ભાવમાં પણ ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રમાં નવી મગફ્‌ળીની આશરે ૧૫ હજાર ગૂણીની આવકો ગત સપ્તાહે સરેરાશ થઈ હતી અને ભાવ ૨૦ કિલોએ રૂ.૫૦થી ૮૦ ઘટીને રૂ.૧૦૦૦થી ૧૧૦૦ની વચ્ચે બોલાયા હતા.

રાજકોટના મગફ્‌ળીના ટ્રેડરોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફ્‌ળીની ખરીદી ક્યારે કરવામાં આવશે તે હજી નક્કી નથી અને સંભવતઃ દિવાળી બાદ જ  મગફળીની ખરીદી શરૂ થશે, પરિણામે એ પહેલાં ચિક્કાર આવકોની ધારણાએ  મગફળીના ભાવ ઘટી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે મગફ્‌ળીના ટેકાના ભાવ રૂ.૧૦૧૮ જાહેર કર્યા છે જે ગત વર્ષે ગુજરાતમાં રૂ.૧૦૦૦ હતા. હાલ બજારભાવ ટેકાના ભાવની નજીક છે, પરંતુ જો સરકાર વહેલી ખરીદી શરૂ નહીં કરે તો ભાવ ગગડી જશે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ છે. 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139