મધ્યપ્રદેશના મંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી ‘કમા’ સાથે કરી, કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-22 14:37:02
  • Views : 231
  • Modified Date : 2022-10-22 14:37:02

    કોંગ્રેસે (Congress) ભાજપ (BJP) પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીની (Rahul Gandhi)ભારત જોડો યાત્રા અભિયાનથી હચમચી ગઇ છે.મધ્યપ્રદેશના (Madhya Pradesh)  મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા વિશ્વાસ સારંગે શુક્રવારે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) તુલના ગુજરાતના કમા સાથે કરી હતી. જે પછી કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અભિયાનથી હચમચી ગઇ છે. વિશ્વાસ સારંગ ગુજરાતના અમદાવાદથી 215 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. કમો ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લોકડાયરામાં કરેલા તેના નૃત્યને કારણે પ્રખ્યાત થયો છે. ત્યારે રાહુલ ગાંધીની સરખામણી કમા સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા એક વીડિયોમાં સારંગને રાહુલ ગાંધીની કમા સાથે સરખામણી કરીને તેમની મજાક ઉડાવતા સાંભળી શકાય છે. વીડિયોમાં ભાજપ નેતા કહી રહ્યા હતા, કોણ હતો તે? હા, કમોતમે જોઈ શકો છો કે જ્યાંથી કમાએ તેની યાત્રા શરૂ કરી હતી, તે છે ભારત જોડો. તે ગરીબી હટાવોની વાત કરે છે, પરંતુ 40 હજાર રૂપિયાની ટી-શર્ટ પહેરે છે. વીડિયોમાં નેતા વિશ્વાસ સારંગ સોનિયા ગાંધી પર નિશાન સાધતા સંભળાય છે. તે કહે છે કમાની માતા મૌન મોહન સિંહને રિમોટથી કંટ્રોલ કરતી હતી.આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, કમો દિવ્યાંગ કલાકાર છે. સારંગની ટિપ્પણી પર, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભીડ ભેગી થવાને કારણે ભાજપના નેતાઓએ તેમનું માનસિક સંતુલન ગુમાવ્યું છે.તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન બંને પક્ષના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, ભાજપના ગુજરાતના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રારાજ્યમાંથી પસાર થઈ રહી નથી, કારણ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના હૃદયમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી.

Download Our B K News Today App



Related News