MPમાં રેપના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે સહયોગી કર્મચારીએ DNA ટેસ્ટ માટે સ્પર્મ અને બ્લડ સેમ્પલ આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 15:08:20
  • Views : 378
  • Modified Date : 2020-12-07 15:08:20

    ઉજ્જૈનમાં દુષ્કર્મના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે રક્ષક જ ભક્ષક બન્યો છે. રેપના આરોપી કોન્સ્ટેબલને બચાવવા માટે તેના સહયોગી કર્મચારીએ DNA તપાસ માટે પોતાના સ્પર્મ અને બ્લડ સેમ્પલ મોકલ્યા છે. જોકે આ વિશે સીનિયર ઓફિસરોને ટૂંક સમયમાં જ ખબર પડી ગઈ હતી. આ મુદ્દે SP સત્યેન્દ્ર કુમાર શુક્લએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, દોષિત પર કડક કાર્યવાહી કરવામાં આવશે.ઘટના ઉન્હેલ વિસ્તારની છે. અહીં ન્યૂ અશોક નગરમાં એક યુવતી ભાડાંના મકાનમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. છોકરીની મિત્રતા પડોશમાં રહેતા કોન્સ્ટેબલ અજય અસ્તેય સાથે થઈ હતી. તેણે યુવતીને લગ્નની લાલચ આપીને તેનું 3 વર્ષ સુધી શોષણ કર્યું હતું. 4 ડિસેમ્બરે યુવતીને અજયની સગાઈ અન્ય કોઈ સાથે થઈ હોવાની માહિતી મળતાં તેણે કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દીધી હતી. કેસ નોંધાયાના થોડી વારમાં જ અજ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    પોલીસ આરોપી અજયને 5 ડિસેમ્બરે મેડિકલ કરાવવા જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. પરિક્ષણ પછી અજયને જેલ મોકલવામાં આવ્યો હતો. મેડિકલ સમયે અજયના બે સહયોગી પણ તેની સાથે હતા. ડોક્ટર્સની ટીમ મેડિકલ પરિક્ષણ માટે અજયના શુક્રાણુ અને બ્લડ સેમ્પલ લેતી. અજયના શુક્રાણુ, બ્લડ સેમ્પલ અને પીડિતના વર્જાઈના સ્વેબની સ્લાઈડ ફોરેન્સિક લેબ ભોપાલ મોકલવામાં આવતી, ત્યાં બંનેના ડીએનએ પ્રોફાઈલને મેચ કરવામાં આવતી.પ્રોફાઈલ મેચ થતાં જ સાબીત થઈ જતું કે, અજયે યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. જો આ પ્રોફાઈલ મેચ ન થાય તો પોલીસ કોર્ટમાં સાબીત કરવામાં નિષ્ફળ થઈ જતી કે અજયે યુવતી સાથે રેપ કર્યો છે. પરિણામે પુરાવાના અભાવે આરોપી અજય કોર્ટમાં બચી જતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં અજયની જગ્યાએ તેમના સાથી કોન્સ્ટેબલે ઓળખ છુપાવવા બ્લડ અને સ્પર્મ સેમ્પલ આપ્યા હતા. હોસ્પિટલના એક સ્વાસ્થય કર્મચારીને તેની જાણ થઈ ગઈ હતી. તેણે તેના સીનિયર અધિકારીને આ વિશે માહિતી આપી હતી. ત્યારપછી પોલીસ અધિકારીને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોન્સ્ટેબલના આ કાવતરાની ઉચ્ચે અધિકારીને જાણ થતાં અજયને શનિવારે (5 ડિસેમ્બરે) જેલ ન મોકલ્યો. રવિવારે 6 ડિસેમ્બરે એક સબ ઈન્સપેક્ટરની દેખરેખમાં આરોપીનું ફરી મેડિકલ પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારપછી તેને સેન્ટ્રલ જેલ ભૈરવગઢ મોકલી દેવામાં આવ્યો.


Download Our B K News Today App



Related News