મધ્ય પ્રદેશનાં 80 વર્ષીય જુધૈયા બાઈનાં પેન્ટિંગનું ઈટલી અને ફ્રાન્સમાં વેચાણ થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 14:59:57
  • Views : 326
  • Modified Date : 2019-10-31 14:59:57

મધ્ય પ્રદેશમાં 80 વર્ષીય જુધૈયા બાઈ બૈગાને તો ખબર નથી કે તેઓ વિદેશ યાત્રા ક્યારે કરશે, પણ તેમણે બનાવેલા પેન્ટિંગે ઈટલી અને ફ્રાન્સની સફર કરી લીધી છે. ઈટલીના મિલાન શહેરમાં એક્ઝિબિશનમાં તેમનાં પેન્ટિંગ પ્રદર્શને મૂકવામાં આવ્યા હતા, જે ગણતરીની કલાકોમાં વેચાઈ પણ ગયાં હતાં.ભારતમાં પણ તેમના પેન્ટિંગની માગ 80 વર્ષીય જુધૈયા બાઈએ આજથી 10 વર્ષ પહેલાં જ પેન્ટિંગ શીખવાનું શરુ કર્યું હતું. તેઓ હાલ મધ્ય પ્રદેશનાં લોરહા ગામમાં રહે છે. માત્ર વિદેશ જ નહીં પણ આદિવાસી જાતિના જુધૈયા બાઈનાં પેન્ટિંગની ભારતમાં પણ સારી એવી બોલબાલા છે.કેવા પેન્ટિંગ બનાવે છે?સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, જુધૈયા બાઈ કોઈ થીમને અનુરૂપ પેન્ટિંગ બનાવતા નથી, તેઓ રસ્તામાં કોઈ પ્રાણી કે વ્યક્તિને જોવે છે, તને પોતાનાં પેન્ટિંગમાં કંડારે છે, આના માટે તેમણે દેશનાં ઘણા સ્થળની મુલાકાત પણ લીધેલી છે.ગામની અન્ય મહિલાઓ પણ પેન્ટિંગ શીખે છે.દેશની અનેક મહિલાઓ માટે જુધૈયા બાઈની સ્ટોરી પ્રેરણાત્મક છે, તેઓ જે જગ્યાએ રહે છે ત્યાં સારા રોડ અને ઈલેક્ટ્રીસીટીની પણ વ્યવસ્થા નથી. તેમનું કહેવું છે કે, કંઈ નવું શીખવા માટે ઉંમર જોવી ન જોઈએ.ઉંમર તો એક આંકડો છે, કંઇક શીખવાની ધગશ હોવી ઘણી જરૂરી છે. જુધૈયાએ પણ સપનામાં નહોતું વિચાર્યું કે તેમની અંદર આ કળા છુપાયેલી છે. પોતાના પેન્ટિંગના વિદેશ વેચાણપણ જુધૈયા બાઈએ કહ્યું કે, આ વેચાણ થવાને લીધે મારી જિંદગીમાં તો ખાસ કંઈ બદલાવ આવ્યો નથી, પણ હું ખુશ છું કે, મારા ગામની ઘણી બધી મહિલાઓ હવે પેન્ટિંગમાં રસ ધરાવતી થઈ ગઈ છે. આ મહિલાઓમાં મારી વહુ પણ સામેલ છે.આર્ટિસ્ટ આશિષ સ્વામી પાસેથી પેન્ટિંગ શીખ્યું.જુધૈયા બાઈએ 40 વર્ષની ઉંમરે તેમના પતિને ગુમાવી દીધા હતા, તે પછી હાલ તેઓ તેમના બે દીકરા સાથે રહે છે, તેમને એક દીકરી છે જેને સાસરે મોકલી દીધી છે. 70ની ઉંમરે મોટાભાગે લોકો નિવૃત્ત જીવન જીવવાનું પસંદ કરતા હોય છે, પણ આ ઉંમરે જુધૈયા બાઈએ બીજી જિંદગી જીવવાનું વિચાર્યું. દેશના ફેમસ આર્ટિસ્ટ આશિષ સ્વામી આદિવાસી મહિલાઓને પેન્ટિંગ શીખવાડવા માટે સ્ટુડિયો શરુ કર્યો હતો. જુધૈયા બાઈએ આશિષ સ્વામી પાસે પેન્ટિંગ કરતા શીખ્યું. હાલ તે બંને પેન્ટિંગના વેચાણ થઈને જેટલી પણ કિંમત મળે તેનાથી ખુશ છે.પેન્ટિંગ જુધૈયા બાઈનું પેશન બન્યું. 80 વર્ષનાં જુધૈયાએ જણાવ્યું કે, પેન્ટિંગ મને એક અલગ દુનિયામાં લઈ જાય છે, જ્યાં હું એક પક્ષીની જેમ મુક્ત રીતે ઊડી શકું છું. પેન્ટિંગમાં મને પહેલાં કોઈ રસ નહોતો, પણ પ્રથમ દિવસે મને ખબર પડી ગઈ કે આ પેન્ટિંગ જ મારો શોખ છે.દિલમાં જુનૂન હોવું જરૂરી હાલ જુધૈયા બાઈના પેન્ટિંગની કિંમત 300 રૂપિયાથી શરુ થઈને 8000 રૂપિયાની છે. જુધૈયાની સ્ટોરી આપણને સૌને એક વાત શીખવાડીને જાય છે કે, કંઈ નવું શીખવા માટે કોઈ ઉંમર નક્કી હોતી નથી, તેના માટે તમારા દિલમાં જુનૂન હોવું જોઈએ.

Download Our B K News Today App



Related News