MPમાં 14 બાળકનાં મોત, પીડા જાણવા ન નેતાઓ પહોંચ્યા, ન ઓફિસર્સ, સ્વાસ્થ્ય કેન્દ્રો પર તાળાં વાગ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 13:09:40
  • Views : 339
  • Modified Date : 2020-12-07 13:09:40

    મધ્યપ્રદેશના શહડોલમાં જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં 14 બાળકનાં મોત થયાં છે, પરંતુ સિસ્ટમમાં હજી બેદરકારી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય કેન્દ્ર પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. ઈમર્જન્સી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાસ્કરે ગામડાંમાં જઈને એ પરિવારની મુલાકાત લીધી હતી, જેમણે પોતાનાં બાળકો ગુમાવ્યાં છે. ત્યારે ખબર પડી કે એ પરિવારની પીડા જાણવા કોઈ ઓફિસર કે નેતા હજી સુધી પહોંચ્યા નથી. આ ગામડાંમાં ડોક્ટર-નર્સ તો પહેલેથી જ નથી અને અત્યારે આંગણવાડીની ટીમ પણ ગાયબ છે. કલેક્ટર સત્યેન્દ્ર સિંહ પણ ત્યાં નથી પહોંચ્યા.


Download Our B K News Today App



Related News