લોકસભા ચૂંટણી : ૭૧ સીટ પર શાંતિપૂર્ણરીતે ૬૪ ટકા મતદાન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-30 11:21:11
- Views : 559
- Modified Date : 2019-04-30 11:21:11
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે નવ રાજ્યોને આવરીલેતી ૭૧ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૪ ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થવાની સાથે જ ૯૬૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે ચોથા તબક્કામાં ૧૨.૭૯ કરોડ મતદારો પૈકીના ૬૪ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશની ૧૩ બેઠકો ઉપર ૫૭.૫૮ ટકા, બંગાળમાં આઠ સીટો ઉપર ૭૬.૪૪ ટકા, ઝારખંડમાં ત્રણ બેઠકો ઉપર ૬૩.૩૯ ટકા, મધ્યપ્રદેશમાં ૬૫.૭૭ ટકા, રાજસ્થાનમાં ૬૪.૪૮ ટકા સુધી મતદાન થયું હતું. જા કે, મહારાષ્ટ્રમાં અપેક્ષા કરતા ઓછું મતદાન રહ્યું હતું જેના કારણે નિરાશા ફેલાઈ હતી. મધ્યપ્રદેશમાં ૬૫.૮૬ ટકા જેટલું મતદાન અને ઓરિસ્સામાં૬૪.૦૫ ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હતા. નવ રાજ્યોની ૭૧ સીટ પર શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે પણ હિંસાના બનાવો બન્યા હતા. બોલીવુડની હસ્તીઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમિતાભ બચ્ચન પરિવાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવાર, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, આમીર, કિરણ રાવ, કંગના, સચિને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. યુવા પેઢીના તમામ કલાકારોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અગાઉ સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે સવારમાં જ લોકોએ મતદાન કરવાની તૈયારી કરી હતી. જેથી સવારમાં જ મોટા ભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી લાઇન લાગી હતી. સવારમાં નવ રાજ્યોને આવરી લેતી ૭૧ સીટ પર મતદાનની શરૂઆત થતાની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે તેમના ભાવિ ૨૩મી મેના દિવસે જ જાણી શકાશે. ચોથા તબક્કામાં જ્યાં મતદાન યોજાઇ હતું તેમાં બિહારની પાંચ સીટો દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરનો સમાવેશ થાય છે. રાજસ્થાનની જે ૧૩ સીટો ઉપર મતદાન થયું હતું તેમાં સવાઈમાધોપુર, અજમેર, પાલી, જાધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર,બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસંમન, ભિલવાડા, કોટા, ઝાલાવાડ-બારનનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની પણ ૧૩ સીટો ઉપર મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશમાં જ્યાં મતદાન થયું હતું તેમાં શાહજહાંપુર, ખેરી, હરદોઈ, ઉન્નાવ, ફરુકાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલોન, ઝાંસી અને હમીરપુરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ૧૭ સીટો ઉપર મતદાન થયું હતું જેમાં મુંબઈની તમામ છ સીટો પણ સામેલ છે. મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ-ઇસ્ટ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ સાઉથની સીટ ઉપર પણ મતદાન યોજાયું હતું. ચોથા તબક્કામાં જે ઉમેદવારોના ભાવિ મતદાનની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા છે તેમાં ૩૦૬ કરોડપતિ ઉમેદવારો સામેલ છે. ચોથા તબક્કામાં મતદાન થયા બાદ જે દિગ્ગજાના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે તેમાં કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહ, એએનયુના પૂર્વ લીડર કનૈયાકુમાર, પૂર્વીય કેન્દ્રયમંત્રી મિલિંદ મુરલી દેવરા, ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુનમુન સેન, સલમાન ખુરશીદ, બાબુલ સુપ્રીયો, પ્રિયા દત્ત, ઉપેન્દ્ર કુશવાહના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચોથા તબક્કાની ચૂંટણી માટેની તમામ તૈયારી પંચ દ્વારા પહેલાથી જ કરવામાં આવી હતી. મતદાનના ત્રણ તબક્કા પહેલાથી જ યોજાઈ ચુક્યા છે. ૩૦૨ બેઠકો પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ ૩૭૩ સીટો ઉપર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ગઈ છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું. ત્યારબાદ ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અનેબીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. આજે ચોથા ચોથા તબક્કામાં મતદાન બાદ પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ત્રણ તબક્કાની જેમ ચોથા તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી હતી.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.ચોથા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી.ચોથા તબક્કાની ચૂંટણી પણ રોચક રહેશે. લોકસભા ચૂંટણીમાં સોમવારે મતદાનની સાથે જ ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. હવે બાકીની ૧૬૯ સીટ પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે. આજે મતદાનની શરૂઆત થયા બાદ ઉત્તરપ્રદેશના કન્નોજમાં કેટલીક જગ્યાએ ઇવીએમમાં ખામી સર્જાઇ હતી. બંગાળમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. બાબુલ સુપ્રિયો પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. પોલિંગ બૂથમાં બળજબરીપૂર્વક ઘુસવાનો તેમના પર આરોપ છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 7
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 107
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 109
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 54
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 76
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 59
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 60
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 78
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 66
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 70
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 72
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 55
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 71
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 71
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 60
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 60
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 60
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 90
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 80
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 73
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 54
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 528
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 168
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 67
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 120
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 70



