અમરનાથ વરસાદ વચ્ચે યાત્રા મોકૂફ, લોકો ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:39:14
  • Views : 448
  • Modified Date : 2019-07-29 12:39:14

વાર્ષિક અમરનાથ યાત્રા ભારે વરસાદ અને ખરાબ હવામાનના સ્વરુપે ફરી એકવાર રોકી દેવામાં આવી છે. આજે અમરનાથ યાત્રાને રોકી દેવાની ફરજ પડી હતી. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેને ભેખડો ધસી પડવાના બનાવોના કારણે ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. રામબાણ અને
બનિહાલ રુટ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે જેને લીધે સાવચેતીના પગલારુપે રાજમાર્ગને બંધ કરીને અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી જેના લીધે શ્રદ્ધાળુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો અટવાયા હતા. બનિહાલ અને રામબાણ રુટ ઉપર જુદી જુદી જગ્યાએ ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. યાત્રાની જવાબદારી સંભાળી રહેલા એક અધિકારીએ કહ્યું છે કે, ભારે વરસાદના લીધે અમરનાથ યાત્રાને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આવતીકાલે પરિÂસ્થતિની સમીક્ષા કરાયા બાદ ફરી એકવાર અમરનાથના સંદર્ભમાં નિર્ણય કરાશે. પહેલી જુલાઈના દિવસે હિમાલિયન ગુફામાં Âસ્થત બર્ફાનીના દર્શન કરવા માટે ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. ૨૮ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રા ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા એક નવો રેકોર્ડ સર્જાયો છે. પવિત્ર ગુફામાં બરફથી બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં હજુ પણ પડાપડી થઇ રહી છે. શ્રદ્ધાળુઓ બે માર્ગ મારફતે અમરનાથના દર્શન કરી રહ્યા છે જે પૈકી ૧૪ કિલોમીટર લાંબા બાલતાલ ટ્રેક અને ૪૫ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેકનો સમાવેશ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા કારણોસર ૨૯ શ્રદ્ધાળુઓ સહિત ૩૩ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં બે સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News