સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા દરરોજ ખરીદી કરવા 10 કિ.મી. ચાલીને જાય છે IAS ઓફિસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 14:41:29
  • Views : 413
  • Modified Date : 2019-09-26 14:41:29

મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં તહેનાત આઇએએસ અધિકારી રામસિંહ આજકાલ ચર્ચામાં છે. તેઓ સરકારી ભપકો છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિ.મી. ચાલીને શાકભાજી ખરીદવા જાય છે. તે પાછળનો હેતુ પણ ખાસ છે. આમ કરીને તેઓ સ્થાનિક ખેડૂતોની મદદ કરવા ઇચ્છે છે. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. આ મિશનમાં તેમની પત્ની પણ સાથે હોય છે. તદુપરાંત, તેમની નાનકડી દીકરી પણ માની પીઠ પર પહાડી પગદંડીઓના ઉતાર-ચઢાવનો અહેસાસ કરે છે. આ રીતે જવાનો નિર્ણય પણ બંનેએ ભેગા મળીને જ કર્યો છે.ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ, મોર્નિંગવૉક પણ રામસિંહ પોતાની પીઠ પર ઓર્ગેનિક શાકભાજીથી ભરેલું વાંસનું બાસ્કેટ પણ લઇને ચાલે છે, જેમાં 20 કિલો શાકભાજી હોય છે. સરકારી ગાડી છોડીને પગદંડીઓ પર તો ક્યારેક પહાડી રસ્તા પર જવાનું કારણ એટલું જ છે કે તેઓ સ્થાનિક ખેડૂતોએ ઉગાડેલા શાકભાજી જ ખરીદવા માગે છે. તેનાથી ખેડૂતોને મદદ પણ થાય છે અને તેમને પણ તાજા ઓર્ગેનિક શાકભાજી મળી જાય છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરીને લખ્યું છે કે, ‘21 કિલો ઓર્ગેનિક શાકભાજીની ખરીદી, ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ, મોર્નિંગવૉક પણ.’રામસિંહની પોતાને અને પરિવારને પણ ફિટ રાખવાની અને પ્લાસ્ટિક દૂર કરવાની આ પહેલ અન્ય અધિકારીઓને પણ ગમી રહી છે. તેઓ આને અમલદારશાહીનો નવો ચહેરો ગણાવી રહ્યા છે. વાંસનું બનેલું બાસ્કેટ લઇને ચાલવાના ફાયદા બીજાને જણાવે છે રામસિંહના કહેવા મુજબ લોકો ફરિયાદ કરતા હતા કે શાકભાજી લઇને ચાલવું મુશ્કેલ છે. મેં તેમને સલાહ આપી કે ‘કોકચેંગ’ (વાંસનું બાસ્કેટ) લઇને ચાલો, જેથી પ્લાસ્ટિક સામે લડી પણ શકાય પરંતુ તેઓ ટાળતા હતા. તેથી હું અને મારી પત્ની કોકચેંગ લઇને જવા લાગ્યાં. હવે લોકો પણ તેના ફાયદા સમજવા લાગ્યા છે.

Download Our B K News Today App



Related News