પાક.ના અટકચાળાનો જવાબ આપવા ભારતે LoCમાં વધુ લશ્કર તૈનાત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 12:45:14
  • Views : 488
  • Modified Date : 2019-08-09 12:45:14

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાને એલઓસીએ હરકત શરૂ કરી હતી. તે પછી ભારતે જવાબ આપવા માટે એલઓસીમાં વધુ સૈનિકો તૈનાત કર્યા હતા. દરમિયાન કારગિલમાં થોડાંક પ્રદર્શનકારીઓએ પ્રદર્શન શરૂ કર્યું હતું. સુરક્ષાના કારણોસર તેની અટકાયત કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાનની સરહદે પાકિસ્તાની સૈન્યની નાપાક હરકતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્યએ એક એક્સ્ટ્રા બ્રિગેડ તૈનાત કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ભારતે કાશ્મીર અને લદાખનો જે નિર્ણય લીધો તે પછી પાકિસ્તાની સૈન્યની હરકત જોવા મળી હતી. તે પછી ભારતે પૂર્વતૈયારી શરૂ કરી હતી. પાકિસ્તાન સરહદેથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે એટલે સૈન્યએ એ દિશામાં ચાંપતી નજર ગોઠવી છે. દરમિયાન કારગિલમાં પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર, દ્રાસ અને સાંકુ ક્ષેત્રોમાં શાંતિ જળવાઈ રહે તે માટે અનિશ્વિત સમય સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના વિરોધમાં કેટલાક પ્રદર્શનકારીઓએ કારગિલમાં પ્રદર્શન કર્યું હતું. 144 લાગુ કરીને કર્ફ્યુ જાહેર કરાયા બાબતે કારગિલમાં લગભગ 300 જેટલા લોકોએ રેલી કાઢી હતી. તે પછી સુરક્ષાના કારણોસર પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. શાળા-કોલેજોને બંધ રાખવાનો આદેશ જારી કરાયો હતો અને જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ હાલ પૂરતી બંધ રહેશે એવું જણાવાયું હતું.

Download Our B K News Today App



Related News