ઈશાન-શ્રેયસને લઈ ફેલાવવામાં આવી રહ્યું કે ‘જૂઠાણું’ !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-11 08:26:06
  • Views : 86
  • Modified Date : 2024-01-11 08:26:06

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. BCCI7 જાન્યુઆરીને રવિવારે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીએ તમામ ચર્ચાને એકઠી કરી હતી.જ્યારે વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સ્થાન ન મળવું દરેક માટે ચોંકાવનારું હતું. આ બધાની વચ્ચે બંનેના અનુશાસનને લઈને સમાચાર આવ્યા, જેના પર હવે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટતા આપી છે.ઇશાન અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકામાં રમાયેલી છેલ્લી T20 શ્રેણીનો ભાગ હતા પરંતુ બંને એક પણ મેચ રમી શક્યા ન હતા. હવે બંનેને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ ઈશાનના વર્તનથી ખુશ નથી કારણ કે માનસિક થાકને કારણે ઈશાને તેના પરિવાર સાથે રહેવા માટે બ્રેક લીધો હતો પરંતુ તે દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો.મોહાલીમાં પ્રથમ T20 મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે ઇશાન કિશન હજુ બ્રેક પર છે અને તેણે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો નથી. દ્રવિડે અનુશાસન સંબંધી દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ઈશાને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી પહેલા બ્રેક માંગ્યો હતો અને ટીમ મેનેજમેન્ટે તેને ટેકો આપ્યો હતો.જોકે, દ્રવિડે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈશાનનો સીધો પ્રવેશ અત્યારે મુશ્કેલ છે. ભારતીય કોચે કહ્યું કે જ્યારે પણ ઈશાન પુનરાગમન કરવા માટે તૈયાર થશે ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે અને પછી પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવવો પડશે.અય્યર વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટીમ મેનેજમેન્ટ તેને રણજી ટ્રોફી મેચ રમવા માટે કહી રહ્યું હતું, જ્યારે શ્રેયસ બ્રેક ઇચ્છતો હતો, જે બોર્ડને પસંદ નહોતો. આ મુદ્દે દ્રવિડે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે પસંદગી ન થવા પાછળનું કારણ અનુશાસન નથી. કોચે કહ્યું કે અય્યરને માત્ર એટલા માટે પસંદ કરવામાં આવ્યો નથી કારણ કે ટીમમાં પહેલાથી જ ઘણા બેટ્સમેન હતા અને તેને ફિટ કરવો મુશ્કેલ હતો. તેથી જ તેને આ સિરીઝમાં પસંદ કરવામાં આવ્યો નથી.રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું હતું કે તેણે પસંદગીકારો સાથે કોઈપણ ખેલાડીઓની અનુશાસનને લઈને કોઈ ચર્ચા કરી નથી. હવે કારણ ગમે તે હોય, શ્રેયસ અય્યર આ સિરીઝમાં નહીં રમે તે નિશ્ચિત છે પરંતુ તેને રણજી ટ્રોફીમાં રમવું પડશે. શ્રેયસ ટુર્નામેન્ટની આગામી મેચમાં મુંબઈ માટે મેદાનમાં ઉતરશે, જેનાથી તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવાની પણ તક મળશે.

Download Our B K News Today App



Related News