ગત વર્ષે વાયુપ્રદૂષણે 17 લાખ લોકોના જીવ લીધા, દેશ પર 2.60 લાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:53:43
  • Views : 377
  • Modified Date : 2020-12-23 12:53:43

    વાયુપ્રદૂષણથી થતી બીમારીઓને કારણે છેલ્લા એક વર્ષમાં અંદાજે 17 લાખ લોકોનાં મોત થયાં. આ દરમિયાન દર્દીઓની સારવાર તથા અન્ય ખર્ચના કારણે દેશ પર 1 વર્ષમાં 2 લાખ 60 હજાર કરોડ રૂ.નો આર્થિક બોજ પડ્યો. સ્થિતિ નહીં સુધરે તો 2024 સુધીમાં ભારતના 5 લાખ કરોડ રૂ.ના અર્થતંત્રને ફટકો પડી શકે છે. વાયુપ્રદૂષણને કારણે જે બીમારીઓ થઇ રહી છે અને લોકોનાં મોત થઇ રહ્યા છે, તેની દેશના અર્થતંત્ર પર ગંભીર અસર થઇ રહી છે. લેન્સેટ જર્નલમાં મંગળવારે પ્રકાશિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચ સ્ટડીમાં આ વાત સામે આવી છે. તેમાં જણાવાયું છે કે ઇનડોર પોલ્યુશન 64% ઘટ્યું, પણ આઉટડોર પોલ્યુશન 115% વધ્યું છે.વાતાવરણમાં પાર્ટિક્યુલેટ મેટર વધુ હોવાથી થતી બીમારીઓથી અંદાજે 10 લાખ, હાઉસહોલ્ડ પોલ્યુશનના કારણે થતી બીમારીઓથી અંદાજે 6 લાખ અને ઓઝોનમાં પોલ્યુશનના કારણે થતી બીમારીઓથી અંદાજે 1 લાખ મોત થયાં છે.

    વાયુપ્રદૂષણથી સૌથી વધુ 32.5% મોત ક્રોનિક ઓસ્ટ્રક્ટિવ પલ્મોનરી બીમારીથી થયા. 29.2% મોત હૃદયની બીમારીઓથી, 16.2% સ્ટ્રોકથી, 11.2% લોઅર રેસ્પિરેટરી, 5.2% દર્દી નવજાત, 3.8% ડાયાબિટીસ અને 1.7% દર્દીનાં મોત ફેફ્સાંના કેન્સરથી થયાં. દેશમાં દર 10 લાખની વસતિએ 53.5 લોકો વાયુપ્રદૂષણને કારણે થતી કોઇ ને કોઇ બીમારીથી પીડિત છે.

રાજ્યઆર્થિક બોજમૃત્યુ(%)
ગુજરાત20,02018.9
મહારાષ્ટ્ર27,82516.7
રાજસ્થાન16,05821.2
મધ્યપ્રદેશ13,79018.7
હરિયાણા10,96219
બિહાર10,87118.8
દિલ્હી8,44918.2
પંજાબ8,04318.8
છત્તીસગઢ4,83016.9
ઝારખંડ3,80116.7

Download Our B K News Today App



Related News