લખનઉમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો જ્યારે પટનામાં 4 શંકાસ્પદ કેસ જોવા મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:50:10
  • Views : 352
  • Modified Date : 2020-03-12 11:50:10

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના વાઈરસના પહેલા કેસની પુષ્ટી થઈ ચુકી છે.આમ વર્તમાન સમયમાં ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 69 થઈ ગઈ છે.ત્યારે કેનેડાથી લખનઉમાં પોતાના સંબંધીઓને મળવા આવેલી એક મહિલામાં કોરોનાની પુષ્ટી થઈ છે.જોકે આ મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આ મહિલાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.બીજીબાજુ પટનાના પીએમસીએર અને એનએમસીએચમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે.ત્યારે વધતાં જતાં કોરોના વાઈરસના કારણે કેરળ હાઈકોર્ટના રજિસ્ટ્રારે તમામ જિલ્લા ન્યાયાધીશોને નોટિસ આપી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર જરૂરી કામો પર વિચાર કરો અને બિનજરૂરી કેસ પર વિચાર સ્થગિત કરી દેવા જોઈએ.આમ કેરળ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને  કહ્યું હતું કે અત્યારસુધીમાં સંક્રમણના 14 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.તેના ખતરાને જોતા સાતમુ ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત રહેશે.તેવા સમયે ધોરણ 8,9 અને 10ની પરિક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. 31 માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવી છે. 11-31 માર્ચ સુધી થિએટર બંધ રહેશે. 

Download Our B K News Today App



Related News