કુછ તો ખેલ બડે પૈમાને પર હુઆ હૈ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 12:17:52
  • Views : 516
  • Modified Date : 2019-05-25 12:17:52

સંસદીય ચૂંટણીમાં બિહારના પટના સાહેબ મતવિસ્તારમાં પરાજય પામેલા સિનિયર અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાનો અણસાર આપતાં કહ્યું હતુંસંસદીય ચૂંટણી જાહેર થઇ એના આગલા દિવસ સુધી ભાજપમાં રહેલા શત્રુએ પોતાને મનમાની બેઠક પરથી ટિકિટ ન મળતાં પક્ષ પલટો કર્યો હતો અને કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયો હતો. શત્રુને પટના સાહેબ બેઠકની ટિકિટ કોંગ્રેસે આપી હતી જ્યાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ શત્રુની સામે લડી રહ્યા હતા. પરિણામો જાહેર થયા ત્યારે શત્રુએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એવો આક્ષેપ કર્યો તો કે બહુ મોટે પાયે ખેલ ખેલાઇ ગયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં બહુ મોટા પાયે ખેલ ખેલાઇ ગયો છે. પરંતુ અત્યારે એ વિશે બોલવાનો યોગ્ય સમય નથી. હું મારા ફેમિલી ફ્રેન્ડ અને ચૂંટણીમાં મારા પ્રતિસ્પર્ધી રવિશંકર પ્રસાદજીને વિજયી થવા માટે અભિનંદન આપું છું.રસપ્રદ વાત એ છે કે ચૂંટણીમાં શત્રુની જેમ એમનાં પત્ની પૂનમ સિંહા પણ પરાજિત થયાં હતાં.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118