વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કેસમાં KRK ને કોર્ટમાંથી જામીન મળ્યા.

  • Published By :
  • Published Date : 2022-09-08 16:01:31
  • Views : 242
  • Modified Date : 2022-09-08 16:01:31

બોલિવૂડ એક્ટર કમાલ રાશિદ ખાન વિવાદિત સો.મીડિયા પોસ્ટ કેસમાં બોરીવલી કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ કેસમાં કોર્ટે કમાલ ખાનને 30 ઓગસ્ટના રોજ 14 દિવસના જ્યૂડિશિયલ જામીન પર મોકલ્યો હતો. KRKને જામીન મળવાનું કારણ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વકીલ અશોક સરાવગીએ કહ્યું હતું, 'વર્સોવા પોલીસે 2021માં છેડતીનો કેસ કર્યો હતો. તે કેસમાં જામીન મળવાનું કારણ એકદમ સિમ્પલ હતું. જ્યારે ફરિયાદકર્તાએ KRKની સેક્સ્યુઅલ ડિમાન્ડ રિજેક્ટ કરી તેમ છતાંય ફરિયાદ કર્તા શા માટે KRKના સંપર્કમાં હતી. ફરિયાદકર્તાને KRKના કેરેક્ટરની ખબર હતી તો પણ સંપર્કમાં રહેવાનું કારણ શું? દલીલો બાદ આ કેસમાં કોર્ટે જામીન આપ્યા હતા.' પોલીસે કહ્યું હતું કે 27 વર્ષીય એક મહિલાએ KRK વિરુદ્ધ FIR કરી હતી. 2017માં તે એક્ટિંગ માટે મુંબઈ આવી હતી. KRKને તે હાઉસ પાર્ટીમાં મળી હતી. અહીંયા KRKએ પોતાને ફિલ્મ પ્રોડ્યૂસર કહ્યો અને બંનેએ એકબીજાને ફોન નંબર લીધા હતા. FIR પ્રમાણે, KRKએ પીડિતાને એક ફિલ્મ 'કેપ્ટન નવાબ'માં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી હોવાનું વાત કહી હતી. 2019માં કમાલ ખાને બર્થડે સેલિબ્રેશન માટે મુંબઈના ચાર બંગલા સ્થિત ઘર પર પીડિતાને બોલાવી હતી, પરંતુ તે ગઈ નહોતી. બે-ત્રણ દિવસ બાદ જ્યારે પીડિતા કમાલ ખાનના ઘરે ગઈ તો તે પીડિતાને બેડરૂમમાં લઈ ગયો હતો અને દારૂની ઑફર કરી હતી. પીડિતાએ ના પાડી તો ઓરેન્જ જ્યૂસ ઑફર કર્યો હતો. જ્યૂસ પીધા બાદ પીડિતાને ઊંઘ આવવા લાગી હતી. ત્યારબાદ KRKએ પીડિતા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

Download Our B K News Today App



Related News