કોવિડ પોઝિટિવ આદિત્ય નારાયણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, કહ્યું- હવે સારું છે, પરંતુ મારી પત્નીમાં નબળાઈ આવી ગઈ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 12:46:11
  • Views : 446
  • Modified Date : 2021-04-09 12:46:11

    કોવિડ 19 પોઝિટિવ આદિત્ય નારાયણ હોસ્પિટલથી ઘરે પરત આવી ગયો છે. તેણે હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું, 'મને હવે સારું છે, મારી પત્નીને પણ સારું છે. જોકે, વાઈરસને કારણે તેનામાં નબળાઈ આવી ગઈ છે.' આદિત્ય હવે ઘરમાં ક્વૉરન્ટીન છે. તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે કે તે નેગેટિવ થયો કે નહીં. આદિત્યે કહ્યું હતું કે તેને કોવિડ પોઝિટિવ થયે 18 દિવસ થયા. ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ થશે એટલે તે ફરી એકવાર ટેસ્ટ કરાવશે.

    આદિત્ય સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 12'માં હોસ્ટ તરીકે પરત આવવાની તૈયારી કરી રહ્યો છે. વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં આદિત્યે કહ્યું હતું, 'હું શોને બહુ જ મિસ કરું છું. હું પરત આવવા માટે ઉત્સુક છું. મેં ઘણું ધ્યાન રાખ્યું છતાંય હું કોવિડ 19 પોઝિટિવ થયો.'આદિત્યે વધુમાં કહ્યું હતું, 'ઘરમાં રહો. વાઈરસથી બચવાનો આ એક માત્ર ઉપાય છે. મેં શક્ય તેટલી સાવધાની રાખી. માસ્ક પહેર્યો, દરેક વસ્તુ સેનિટાઈઝ કરી, શૂટિંગ, જીમ તથા પેરેન્ટ્સને મળવા સિવાય હું બીજે ક્યાંય ગયો નથી. ત્યાં સુધી કે જીમમાં ભીડથી બચવા માટે મેં મારો સમય સવારના છ વાગ્યાનો કર્યો હતો. છતાં હું કોરોનાની ચપેટમાં આવી ગયો. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ વધુ સાવધાન રહી શકે નહીં.'

    આ દરમિયાન આદિત્ય પિતા ઉદિત નારાયણને કોરોનાની વેક્સિન લેવા માટે સમજાવી રહ્યો છે. તેણે કહ્યું હતું, 'અમે પપ્પાને કન્વિન્સ કરવા મટે ફેમિલી વીડિયો કોલ કરી રહ્યાં છીએ. હું કલ્પના પણ નથી કરતો શકતો કે મારી દાદી તથા પેરેન્ટ્સ આ બધામાંથી પસાર થાય. શરૂઆતના 5-6 દિવસ મેં જે રીતે પસાર કર્યા હતાં, તે અસહનીય હતાં.'

    આદિત્ય નારાયણે ગયા અઠવાડિયે કોરોના થયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેના પિતા ઉદિત નારાયણે કહ્યું હતું કે તે હોસ્પિટલમાં એડમિટ છે. ઉદિતે કહ્યું હતું કે આદિત્ય હોસ્પિટલમાં છે. હવે સારું છે.આદિત્યની ગેરહાજરીમાં 'ઈન્ડિયન આઈડલ'ના હોસ્ટ તરીકે જય ભાનુશાલી છે. સ્પર્ધક પવનદીપ રાજન પણ કોરોના પોઝિટિવ છે. તે મુંબઈની એક હોટલમાં ક્વૉરન્ટીન છે. તે શોમાં વર્ચ્યુઅલી પર્ફોર્મન્સ આપશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138