કોંકણા સેન OTT સેન્સરશિપના પક્ષમાં નથી, કહ્યું- વ્યક્તિ પાસે પસંદગીનો હક હોવો જોઈએ કે તેણે શું જોવું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 12:07:23
  • Views : 355
  • Modified Date : 2020-12-29 12:07:23

    'તમે એ કહી શકો કે આ ફિલ્મ બાળકો માટે છે અથવા એડલ્ટ ફિલ્મ છે. ત્યારબાદ વ્યક્તિને ચોઈસ કરવાનો હક હોવો જોઈએ.' આ શબ્દો છે બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેનના. કોંકણાની ફિલ્મ 'રામ પ્રસાદ કી તેરહવી' પહેલી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કોંકણાએ પોતાની કરિયર અંગે વાત કરી હતી. મને તો OTT પ્લેટફોર્મ પર સેન્સરશિપ આવે તે વાત યોગ્ય લાગતી નથી. હું સેન્સરશિપમાં વિશ્વાસ કરતી નથી. તમે કહી શકો કે આ ફિલ્મ બાળકો માટે છે, એડલ્ટ ફિલ્મ છે. કઈ ઉંમર માટે યોગ્ય છે કે નથી. ત્યારબાદ વ્યક્તિને પસંદગીનો હક હોવો જોઈએ કે તેને શું જોવું છે.એક્ટર તરીકે મને દરેક પ્રકારના કામ કરવામાં મજા આવે છે. પછી તે વેબ સિરીઝ હોય, જેમાં મારા પાત્રના અનેક શેડ્સ હોય છે અને તે ધીમે ધીમે રજૂ થાય છે. શોર્ટ ફોર્મેટ ફિલ્મ કે શોર્ટ ફિલ્મ. મને દરેક પ્રકારના રોલ પ્લે કરવા પસંદ છે.

    મને લાગે છે કે ડિજિટલ પ્લેટફોર્મનો ટ્રેન્ડ લૉકડાઉન પહેલાં જ શરૂ થઈ ચૂક્યો હતો, કારણ કે અનેક એવા શો છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર હિટ રહ્યાં છે. લૉકડાઉન દરમિયાન આ ટ્રેન્ડમાં વધારો થયો, કારણ કે થિયેટર બંધ હતા. મારા હિસાબે આ ટ્રેન્ડ ઘણો જ ફાયદાકારક છે. સારું કન્ટેન્ટ બહાર આવી રહ્યું છે. પછી તે ફિલ્મ હોય કે વેબ સિરીઝ. તમારી પાસે તમામ પ્રકારના કન્ટેન્ટ જોવાનું ઓપ્શન છે. આ સાથે જ ડિજિટલ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે અત્યાર સુધી આ ફોર્મેટ સ્ટાર પર આધારિત નથી.સાચું હું તો બંને વાત સાચી છે. હું હંમેશાં એવા રોલ કરવા માગું છું, જેનાથી હું રિલેટ થઈ શકું. મારા પાત્રથી, સ્ટોરીથી. મને મારા રોલની સાથે એક્સપરિમેન્ટ કરવાની તક મળે, પરંતુ ક્યારેય એવો રોલ ઓફર થયો નથી કે જેમાં હું ડેકોરિટેવ પીસ લાગું. આવા રોલ કરવાની મારી ઈચ્છા પણ નથી.

    આ મુશ્કેલીનો તો લોકો રિયલ લાઈફમાં પણ સામનો કરતા હોય છે. મારા માટે આનાથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે હું સોશિયલ મીડિયા એપ્સમાં વધુ ધ્યાન આપતી નથી. મારે જે પણ કહેવું હોય છે તે કહી દઉં છું. ત્યારબાદ નેગેટિવ કમેન્ટ પર ધ્યાન આપતી નથી. મને લાગે છે કે સોશિયલ મીડિયા એપ પર રેગ્યુલેશન હોવું જોઈએ. મહિલાઓને રેપ તથા જાનથી મારી નાખવાની ધમકી મળે છે, આ વાત યોગ્ય નથી.કોરોનાકાળમાં મેં વસ્તુઓને પોઝિટિવ રીતે જોવાનું શરૂ કર્યું. જીવનમાં નકારાત્મકતાની જગ્યાએ સકારાત્મક અભિગમ અપનાવવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ મુશ્કેલ સમયે એ બતાવ્યું કે આપણે કેટલાં નસીબદાર છીએ કે આપણી પાસે આટલી બધી સુવિધા છે. આ મુશ્કેલ સમયમાં આપણાંથી વધુ અન્ય લોકો હેરાન થાય છે. હજારો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી. આ બધું જોઈને જીવન પ્રત્યે આભારની લાગણી થઈ. આ સમયે મેં મારી ડ્રાઈવિંગ સ્કિલને શાર્પ બનાવી. દીકરા સાથે સમય પસાર કર્યો. એક કૂતરો એડોપ્ટ કર્યો.

    પહેલી જાન્યુઆરીએ મારી ફિલ્મ 'રામપ્રસાદ કી તેરહવી' રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ ડિરેક્ટર નિખિલ અડવાણીની સાથે એક વેબ સિરીઝમાં કામ કર્યું છે. આ સિરીઝનું નામ 'મુંબઈ ડાયરીઝ 26/11' છે. આ ઉપરાંત નીરજ ઘેવાન સાથે એક શોર્ટ ફિલ્મ બનાવી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139