ખેડૂતોનું નવું એલાન-દેશભરમાં ટ્રેન અટકાવીશું;પંજાબથી 30 હજાર ખેડૂતો દિલ્હી આવી રહ્યાં છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 12:23:02
  • Views : 450
  • Modified Date : 2020-12-11 12:24:30

    નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 16મો દિવસ છે. ખેડૂત નેતા બૂટા સિંહે ગુરુવારે કહ્યું કે, કાયદો રદ્દ કરવા માટે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, એટલા માટે ઝડપથી ટ્રેન અટકાવવાની તારીખ જાહેર કરીશું. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, ખેતી રાજ્યોનો વિષય છે, તો કેન્દ્ર આની પર કાયદો કેવી રીતે બનાવી શકે. આ બધાની વચ્ચે આંદોલન વેગ પકડી રહ્યું છે. અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત 700 ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા છે. મોદીની અપીલ-મારા મંત્રીઓની વાત જરૂર સાંભળજો ખેડૂતોની માંદ અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મોદીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું કે, આને જરૂર સાંભળજો. આજે સિયાલદહ-અમૃતસર અને ડિબ્રૂગઢ- અમૃતસર ટ્રેન રદ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરે અમૃતસર-સિયાલદહ અને અમૃતસર-ડિબ્રૂગઢ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. ખેડૂત નેતા શિવકુમાર કક્કાને પૂછવામાં આવ્યું કે નિવેડો ક્યારે આવશે તો તેમણે કહ્યું, ભગવાનને ખબર કે ક્યારે આવશે. શિયાળા અને કોરોનાને કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, પણ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. બન્ને પક્ષો એકબીજાની પહેલ કરવાની રાહ જોઈ રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે જ્યારે વાતચીત થઈ રહી છે તો આંદોલનને વધારવાનું એલાન યોગ્ય નથી. તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે વાતચીતનો રસ્તો બંધ નથી કર્યો, સરકારના બીજા પ્રપોઝલ પર વિચારીશું.

Download Our B K News Today App



Related News