૧૯૮૩ બાદ પ્રથમ વખત ક્રૂડના ભાવ શૂન્યથી પણ નીચે પહોંચ્યા ક્રૂડની કિંમતમાં રેકોર્ડ ઘટાડા વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કિંમતો ઘટશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 11:16:50
  • Views : 878
  • Modified Date : 2020-04-22 11:16:50

કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતોમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. આવી સ્થતિમાં જા સરકાર ટેક્સનો બોજ વધારશે નહીં તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં પ્રતિલીટર ઓછામાં ઓછા છ રૂપિયાનો ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસના કહેરના લીધે આ વર્ષની શરૂઆતથી જ ક્રૂડની કિંમતમાં ઘટાડો જારી રહ્યો છે. છેલ્લા ડિસેમ્બર મહિનામાં ઇÂન્ડયન બાસ્કેટની કિંમત ૬૫.૫ ડોલર પ્રતિબેરલ હતી જ્યારે માર્ચ મહિનામાં તે ઘટીને ૩૩.૫ ડોલર સુધી થઇ ગઇ છે. ત્યારબાદ ૧૪મી માર્ચ ૨૦૨૦ના દિવસે પેટ્રોલ અને ડિઝલ બંનેની કિંમતમાં ટેક્સ બોજ ૩-૩ રૂપિયા વધારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદથી બંનેની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. ૨૪મી માર્ચના દિવસે બંને ફ્યુઅલ પર કરવેરા બોજ ૮-૮ રૂપિયા વધારી દેવામાં આવ્યો હતો. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ખરાબ થયેલી આર્થિક સ્થતિની ભરપાઇ કરવાના હેતુ સાથે આ ટેક્સ બોજ વધારવામાં આવ્યો હતો. જા કે તે વખતે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. પેટ્રોલિયમ ક્ષેત્રના જાણકાર લોકો કહી રહ્યા છે કે જા કેન્દ્ર સરકારે ફરી પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ વધારો નહીં કરવાનો નિર્ણય લે છે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ૬-૬ રૂપિયાનો ઘટાડો થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં એક ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થાય છે તો સ્થાનિક બજારમાં બંને પેદાશોની કિંમતમાં પ્રતિલીટર ૫૦ પૈસાનો ઘટાડો થવાની શક્યતા રહે છે. ગઇકાલે ઇÂન્ડયન બાસ્કેટ ક્રૂડની કિંમત ૨૦.૪૨ ડોલર પ્રતિબેરલ રહી હતી. આનો મતલબ એ થયો કે આશરે ૧૨ ડોલર પ્રતિબેરલનો ઘટાડો થયો છે. સરેરાશ એક ડોલરની કમી થાય તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ૫૦ પૈસા ઘટે છે. આ ગણિતની દ્રષ્ટિએ બંને ફ્યુઅલની કિંમતમાં ૬-૬ રૂપિયાનો ઘટાડો થઇ શકે છે.

Download Our B K News Today App



Related News