કિઆ વર્ષ 2022માં ઇન્ડિયન માર્કેટમાં સેલ્ટોસ બેઝ્ડ પ્રીમિયમ MPV લોન્ચ કરશે, એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ આ ગાડી 7 સીટર હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 12:41:25
  • Views : 368
  • Modified Date : 2020-12-18 12:41:25

    કિઆ મોટર્સ ઇન્ડિયા પહેલેથી જ જણાવી ચૂકી છે કે, ડોમેસ્ટિક માર્કેટમાં કંપનીનું મેન ફોકસ SUV અને MPV કેટેગરી પર જ હશે કારણ કે, સિડેન અને હેચબેક પ્રાથમિકતા નથી લાગતી. પ્રીમિયમ પ્રોડક્ટ લાઇનઅપ સાથે કિઆના વોલ્યૂમ સેલ્સને ટાર્ગેટ કરવાની વ્યૂહરચના છે, જેને તાજેતરમાં જ લોન્ચ કરેલી સોનેટ અને કંપનીની ફર્સ્ટ પ્રોડક્ટ મિડ સાઇઝ SUV સેલ્ટોસનાં સેલ્સ ડેટાથી જોઈ શકાય છે.ગયા વર્ષથી જ ભારત માટે મિડ સાઇઝ MPV લાવવાની અટકળો ચાલી રહી છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયન ઓટો કંપની કિઆ ડોમેસ્ટિક ગ્રાહકો માટે નવી 7 સીટર MPV તૈયાર કરી રહી છે અને વર્ષ 2022ની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવશે. કિઆની કાર્નિવલનું સારું વેચાણ થઈ રહ્યું છે. આ ગાડી વર્ષ 2020 ઓટો એક્સ્પોમાં શોકેસ કરવામાં આવી હતી.

    અપકમિંગ મિડ-સાઇઝ MPVને કાર્નિવલની નીચે પોઝિશન કરવામાં આવશે અને રિપોર્ટમાં જણાવ્યા મુજબ, પેટ્રોલ તેમજ ડીઝલ પાવરટ્રેન સાથે રજૂ કરવામાં આવશે. આ સેલ્ટોસના પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે, જેને ન્યૂ જનરેશન હ્યુન્ડાઈ ક્રેટા સાથે પણ શેર કરી શકાય છે. આ રીતે તેને ભારતમાં સૌથી વધુ વેચાતી MPV જેવી કે, મારુતિ સુઝુકી અર્ટીગા અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા વચ્ચે રાખવામાં આવશે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કિઆની નવી MPV સીધી મહિન્દ્રા મરાઝોને પડકાર આપી શકશે. નવી MPVમાં સેલ્ટોસ કરતાં ડાયમેન્શન વધુ હશે, ખાસ કરીને તેની લંબાઈ વધારે હશે અને તેમાં સાત લોકોને બેસવા માટે એક મોટી અને કમ્ફર્ટેબલ કેબિન મળશે. સ્ટાઇલ બાબતે આ કાર્મિનવલથી ઇન્સ્પાયર્ડ હશે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેમાં સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ, એક મોટું ગ્રીનહાઉસ, પાતળા હેડલેમ્પ્સ, રેપરાઉન્ડ LED ટેલ લેમ્પ વગેરે મળશે.

    સેલ્ટોસ અને સોનેટની જેમ આ એક મોટી હોરિઝોન્ટલ ઓરિએન્ટેડ 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે કિઆના UVO કનેક્ટ, વાયરલેસ ચાર્જિંગ સુવિધા, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ, પુશ બટન 'સ્ટાર્ટ/સ્ટોપ', એર પ્યૂરિફાયર, અરાઉન્ડ વ્યૂ કેમેરાસ વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, ક્રૂઝ કન્ટ્રોલ, એમ્બિઅન્ટ લાઇટિંગ, પ્રીમિયમ મટિરિયલનો ઉપયોગ વગેરે જેવાં એડવાન્સ્ડ ફીચર્સ મળી શકે છે.કિઆની કરન્ટ રેન્જનું મુખ્ય આકર્ષણ વિશાળ એન્જિન ઓપ્શનની ઉપલબ્ધતા છે. પરંતુ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવી MPVના સંદર્ભમાં કંપની આ વ્યૂહરચના નહીં અપનાવે. સેલ્ટોસમાં 1.5 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન મળવાની અપેક્ષા છે, જ્યાં પહેલું એન્જિન 115PS અને 144Nm પાવર આઉટપુટ જનરેટ કરે છે, જ્યારે પછીનું એન્જિન 115PS અને 250Nm પાવર આઉટપુટ જનરેટ કરે છે. બંનેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.




Download Our B K News Today App



Related News