હવે દેશના દરેક ખેડુતને વાર્ષિક ૬૦૦૦ આપવા માટેનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 11:58:45
  • Views : 535
  • Modified Date : 2019-06-01 11:58:45

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે ખેડુતો માટે જ મોટી યોજના જાહેર કરવામાં આવી હતી. પ્રચારમાં મોદીએ જે રીતે વચન આપ્યુ હતું તે જ રીતે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ હવે તમામ ખેડુતોને વાર્ષિક ૬ હજાર મળશે. આવી જ રીતે ખેડુતો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તમામ ખેડુતોને ચૂંટણી સંકલ્પ પત્રમાં પીએમ કિસાન સમ્માન નિધીમાં સામેલ કરવાની વાત કરવામાં આવી હતી. જેના ઉપર આજે કેબિનેટ બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ યોજનાથી દેશના ૧૪.૫ કરોડ ખેડુતોને ફાયદો થશે. કેબિનેટ બેઠક અંગે માહિતી આપતા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, ખેડુતોની આવક આગામી પાંચ વર્ષમાં બે ગણી કરવામાં આવનાર છે. ખેડુતોને પાકના ખર્ચ પૈકી ઓછામાં ઓછી દોઢ ગણી રકમ સમર્થન મુલ્ય તરીકે મળે તે તેના પ્રયાસ કરવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, પીએમ કિસાન હેઠળ ત્રણ કરોડથી વધુ ખેડુતોને પૈસા પહોંચી ચુક્યા છે. હજુ સુધી ૧૨ કરોડ ખેડુત યોજનામાં આવ્યા હતા. બે કરોડ ખેડુતો બાકી રહી ગયા હતા. હવે તમામને આવરી લેવામાં આવ્યા છે. આનાથી ૭૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. હવે ૧૨ હજાર કરોડ રૂપિયા બીજા વધશે એટલે કે કુલ ૮૭ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી હતી. મોદી સહિત ૫૮ પ્રધાનોએ ગઈકાલે શપથ લીધા હતા. મોદીએ ધારણા પ્રમાણે જ અમિત શાહને મોટી જવાબદારી સોંપી હતી. અમિત શાહને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રાજનાથ સિંહને દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદીએ તમામ પ્રધાનોને આજે ખાતાઓની ફાળવણી કરી હતી. ખાતાઓની ફાળવણી કરવામાં આવે તે પહેલા ભારી ઉત્સુક્તા રહી હતી. પાર્ટીના દિગ્ગજ ચહેરા રહેલા અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. કેબિનેટની બેઠકમાં આજે અન્ય નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે શહીદોના બાળકોને સ્કોલરશીપની રકમ ૨૦૦૦ની જગ્યાએ હવે ૨૫૦૦ રૂપિયા મળશે. શહીદ જવાનોના પુત્રને મહિને ૨૫૦૦ રૂપિયા અને યુવતીઓને ૨૨૫૦ રૂપિયાની જગ્યાએ ૩૦૦૦ રૂપિયા અપાશે


Download Our B K News Today App



Related News