હવે ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર તમારા ઘરને બેક્ટેરિયાથી બચાવશે, ખાદી બોર્ડ ટૂંક સમયમાં કરશે લોન્ચ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 16:26:09
  • Views : 348
  • Modified Date : 2020-12-17 16:26:09

    ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રિય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, આનાથી ગ્રામિણ અર્થતંત્ર મજબુત બનાવવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.ગડકરીએ ગાયના છાણમાંથી બનનારા વૈદિક કલર અંગે કહ્યું કે, ડિસ્ટેમ્પર અને પ્રવાહી મિશ્રિત આ વૈદિક કલર ઇકો ફ્રેન્ડલી, બિન ઝેરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને વોશેબલ હશે અને ફક્ત ચાર કલાકમાં સુકાઈ જશે. તેનાથી પશુપાલન કરતાં ખેડુતોને વર્ષે 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે.જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેના પર વૈદિક પેઈન્ટ નામ સાથે ગાયનું ચિત્ર દોરેલું છે. આ ઉપરાંત પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે ટેગલાઈન 'પેઈન્ટ ફોર પ્રોટેક્શન એન્ડ પરફેક્શન' પણ રાખવામાં આવી છે. આ સાથે જ પ્રોડક્ટ પર ઘરનું એક ચિત્ર પણ છે.

Download Our B K News Today App



Related News