કેદારનાથથી બદ્રીનાથ પહોંચ્યા પીએમ મોદી....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:58:05
  • Views : 457
  • Modified Date : 2019-05-19 11:58:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારઘાટીમાં આવેલી ગરુડચટ્ટીની ગુફામાંથી ધ્યાન સાધના કરીને બહાર આવી ગયા છે. તેઓ અહીંથી ચાલતા પર્વત પરથી નીચે ઉતર્યા હતા અને સીધા જ કેદારનાથ ધામમાં પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યાર બાદ તેઓ સીધા બદ્રાનાથ જવા રવાના થશે. વડાપ્રધાન મોદી શનિવારે કેદરનાથ પહોંચ્યા હતા. અહીં કેદારનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ બપોર પછી તેઓ એક ગુફામાં ધ્યાન સાધના કરવા માટે ગયા હતા અને આખી રાત આ ગુફામાં રોકાઈને સાધના કરી હતી. અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 11,700 ફૂટ છે. પીએમ મોદી જે ગુફામાં ધ્યાન લગાવા બેસવાના છે તે કેદારનાથ મંદિર પરિસરથી લગભગ દોઢ-બે કિમીના અંતરે આવેલી છે. આ ધ્યાન ગુફાની ઊંચાઈ 12,250 ફૂટ છે. કેદનારનાથથી બદ્રીનાથ રવાના થતાં પહેલા પીએમ મોદી કેદારનાથના લોકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે તેઓ દેશમાં ફરવા નિકળે અને દેશની વિવિધતા જૂઓ. ભારતના લોકો વિદેશમાં ફરવા જાય છે તેની સામે મને બિલકુલ વાંધો નથી, પરંતુ મારી તેમને વિનંતી છે કે તેમણે દેશના વિવિધ ભાગોની પણ મુલાકાત લેવી જોઈએ. 

Download Our B K News Today App



Related News