KBCનો પહેલી વખત મોટો ધમાકો , ઘરે બેઠા 7 કરોડ જીતવાનો મોકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 14:54:26
  • Views : 437
  • Modified Date : 2019-09-20 14:54:26

આ દિવસોમાં અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની સિઝન 11 ચાલી રહી છે અને ખુબ ચર્ચામાં છે. બધા દર્શકોનો અઢળક પ્રેમ આ શોને મળી રહ્યો છે. કરોડો રૂપિયા જીતવાની આશા લઈને આવેલા માણસો જ્યારે હોટ સીટ પર બેસે ત્યારે પણ કંઈક અલગ જ નજારો જોવા મળે છે. પરંતુ હવે એક ખબર આવી રહી છે કે જો તમારે પણ કોરોડો જીતવા હોય તો ઘરે બેઠા જીતી શકો છો.

હવે KBCએ દર્શકો માટે ખુબ શાનદાર રીત અપનાવી છે. જેના કારણે તમે હોટ સિટમાં બેસ્યા વગર જ કરોડો રૂપિયા જીતી શકો છો. જેના માટે તમારે તમારા ફોનમાં SonyLiv એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં KBC Play Alongનાં લીધે તમને પુછવામાં આવતા દરેક સવાલનો જવાબ આાપી કેશ પ્રાઈઝ જીતી શકો છો અને અમિતાભ બચ્ચન સાથે રમવાનો પણ લાભ લઈ શકો છો.

આ વખતે તમને સાત કરોડનો સવાલ પણ મળશે. જો તમને 7 કરોડના સવાલનો જવાબ ખબર હોય તો બની શકે કે KBC Play Along જીતી જાવ અને ટોપ 10 વિનર્સના લિસ્ટમાં આાપનું નામ આવી જાય. વધારેમાં વધારે પોઈન્ટ જીતનાર 10 લોકોને રોજ ઘોષિત કરવામાં આવે છે. કેબીસી 11ના એક રિપોર્ટ પ્રમાણે આ ગેમના લીધે રોજ લોકો 10 હજાર સુધીના કેશ પ્રાઈઝ જીતે છે. અત્યાર સુધી જીતનારની સંખ્યા 60 હજાર થઈ ગઈ છે.

જો વાત કરીએ કેબીસી 11ની તો હાલમાં જ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેનારી બબીતા દેશતોડે ગુરૂવારનાં એપિસોડમાં એક કરોડ રૂપિયા જીતવામાં સફળ થઈ છે. તેણે એક્સપર્ટની રાય લઈને એક કરોડનાં સવાલનો જવાબ આપ્યો હતો.

Download Our B K News Today App



Related News