ગ્રાન્ડ ફિનાલે 22 જાન્યુઆરીએ થશે, કારગિલ વોરના હીરોઝને નામ રહેશે સીઝનનો છેલ્લો એપિસોડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 11:48:56
  • Views : 391
  • Modified Date : 2021-01-22 11:48:56

    લોકપ્રિય ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ 12'નું ગ્રાન્ડ ફિનાલે આ શુક્રવારે ઓન એર થશે. તેમાં કારગિલ યુદ્ધના વીર જવાનોને સામેલ કરવામાં આવશે. ચેનલે એક પ્રોમો રિલીઝ કર્યો. તેમાં દેખાડવામાં આવ્યું કે અમિતાભ બચ્ચન વીરોનો પરિચય આપી રહ્યા છે અને તે તેમના સન્માનમાં એક કવિતા પણ સંભળાવી રહ્યા છે. હોટ સીટ પર પરમવીર ચક્રથી સન્માનિત યોગેન્દ્ર સિંહ યાદવ અને સંજય કુમાર બેઠેલા દેખાશે.

    વીડિયોમાં બિગ બીએ જણાવ્યું કે KBC 12નો પહેલો એપિસોડ 'કોરોના યોદ્ધા'ને સમર્પિત હતો અને છેલ્લો એપિસોડ 'કારગિલ યુદ્ધના વીરો'ને સમર્પિત હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેના લોન્ચિંગ બાદ આ સીઝનમાં ચાર લોકો 1 કરોડ રૂપિયા જીત્યા છે અને રસપ્રદ વાત એ છે કે આ ચારેય મહિલાઓ છે. તેમાં મુંબઈની ડો. નેહા શાહ, જગદલપુરની અનુપા દાસ, છત્તીસગઢની IPS અધિકારી મોહિતા શર્મા અને નવી દિલ્હીની રહેનારી નાઝીયા નસીમ છે. નાઝીયા શોમાં પહેલી કરોડપતિ બની હતી.

    KBCનો પહેલો એપિસોડ જૂન 2000માં આવ્યો હતો. આ વખતે એપિસોડમાં જે કંઈપણ અલગ હતું તે છે KBC 12 મહામારી વચ્ચે શૂટ થયું. શૂટિંગ દરમ્યાન અમિતાભ ઘણીવાર શૂટિંગમાં થયેલા ફેરફારની ઝલક દેખાડતા રહેતા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121