હીરા બજારમાં બેંકોથી લીધેલા રૂપિયા જેણે નથી ચૂકવ્યા તેની ઉપર કઠોર કાર્યવાહી કરો હાર્દિક હુંડીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:20:40
  • Views : 570
  • Modified Date : 2019-04-24 06:20:40

થોડા દિવસો પહેલા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ભારત ડાયમંડ બુર્સમાં એક સભા યોજાઈ તે સમયે ધ જેમ્સ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન પ્રવિણશંકર પંડયાએ કહ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા બે વેપારીને કારણે બેંક દરેક વેપારી સાથે કઠોર કાર્યવાહી ના કરે તે સમયે પ્રવિણ શંકર પંડયાની વાત સાંભળીને પિયુષ ગોયલ બોલ્યા કે ફકત બે નહીં અગિયાર પાર્ટીના નામ અમારી પાસે છે. આ વાતની ચર્ચા બજારમાં જોરદાર ચાલી રહી છે.
આ વિશે અમે જયારે પ્રવિણશંકર પંડયાને પુછ્યું તો તેઓએ કહ્યું કે પિયુષ ગોયલે અગિયાર પાર્ટી છે તેવું નથી કહ્યું પરતું કેટલીક પાર્ટી છે તેમ કહેલું ! હવે આ વાતની ચર્ચા બજારમાં  એટલી વધી ગઇ છે કે એમ કહેવાય રહ્યું છે કે જે બેંકોની પાસેથી
વેપારીઓએ કરજો લીધો છે તે રકમનો ૨૫% ભાગ પણ બેંકને પરત કરવાની તાકત આ વેપારીઓ પાસે નથી ? હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે જોજો ફરીથી તે સમય પાછો ના આવે કે દેશની જનતાના અરબો રૂપિયા બેંકમાં છે તે ડુબી જાય. આવી ઘટના ફરીથી ન બને તે માટે જે લોકો પાસે બેંકના કરોડો અરબો રૂપિયા પડયા છે. તેઓ
પાસેથી બેંક રૂપિયા વસુલ કરીને બેંકમાં જમા કરાવે નહીંતર મેહુલ ચોકસી અને નિરવ મોદીની જેમ આ લોકો પણ ભાગી જશે. અને જો ફરીથી આવું પુનરાવર્તન થયું તો તે માટે સરકાર જવાબદાર રહેશે.

Download Our B K News Today App



Related News